ટીવી શો ‘દિયા ઔર બાતી હમ’ દીપિકા સિંહ અને અનસ રશીદ માટે જબરદસ્ત સ્ટારડમ લઈને આવ્યો હતો. આ શો દ્વારા, આ જોડી સંધ્યા અને સૂરજ તરીકે પ્રખ્યાત થઈ હતી પરંતુ એક વખત સેટ પર કંઈક બન્યું હતું કે જેના કારણે દીપિકાસિંહે અનસ રાશિદને જોરદાર થપ્પડ મારી દીધી હતી.
આ વાર્તા શોના અંતરંગ દ્રશ્યના શૂટિંગની છે. એવું કહેવામાં આવે છે કે શૂટ દરમિયાન, અનસ રાશિદ પ્રોડક્શન ટીમે આપેલી સૂચના ચૂકી ગયો હતો. પરિણામ એ આવ્યું કે જ્યાં તેણે દીપિકાને કમરથી પકડવી હતી, ત્યાંથી તેણે સહેજ આગળથી પકડી હતી, જેના લીધે દીપિકા અસ્વસ્થ થઈ ગઈ હતી. આ પછી તેમની વચ્ચે ભારે ચર્ચા થઈ હતી. ત્યારબાદ દીપિકાએ આ શો છોડી દેવાની ધમકી પણ આપી હતી.
આવામાં દીપિકાએ કંઈ સમજ્યા વિના અનસ રશીદને થપ્પડ મારી હતી પંરતુ અનસને કંઈ સમજાયું નહોતું. જેના લીધે તેણે દીપિકાની માફી પણ માંગી નહોતી. આ વાતથી દીપિકાને વધુ ચીડ આવી હતી. આ પછી દીપિકા સિંહ અને અનસ રાશિદે ઘણા મહિનાઓ સુધી એકબીજા સાથે વાત પણ કરી નહોતી.
સિને અને ટીવી આર્ટિસ્ટ એસોસિએશને પણ આ મામલામાં દખલ કરી બંને વચ્ચે મામલો થાળે પડ્યો હતો. જો કે, જ્યારે આ ઘટના અંગે દીપિકાને પૂછવામાં આવી ત્યારે તેણે કહ્યું હતું કે તેની અને અનસ વચ્ચે થોડી ગેરસમજ થઈ હતી, જેનું તેઓએ પરસ્પર વાતચીત દ્વારા નિરાકરણ લાવ્યા હતા. તે ઇચ્છતી નહોતી કે તેના અંગત તફાવતો સ્ક્રીન પર જોવા મળે.
આજે જ્યારે દીપિકા સિંહ પોતાના પારિવારિક જીવનમાં વ્યસ્ત છે, ત્યારે અનસ રાશિદે અભિનયની દુનિયા છોડી દીધી છે અને પરિવારની સંભાળ રાખી રહ્યા છે.