અમદાવાદમાં ભાડુઆત મહિલાએ મકાનમાલિકને એવી ધમકી આપી કે પુરૂષે આત્મહત્યા કરી લીધી

દેશ સહિત રાજ્યમાં હનીટ્રેપના અનેક કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે. જેમા મહિલાઓ કે યુવતીઓ વેપારીઓથી લઇ નેતાઓને ફસાવીને બ્લેકમેઇલ કરે છે અને આ બ્લેકમેઇલનો કિસ્સો આગળ જ વધતો જાય છે. ત્યારે કેટલાક કિસ્સાઓમાં તો તેનો અંજામ ખુબ જ ભયાનક આવે છે. જોકે આવા મામલાઓમાં પોલીસ પણ ખાસ સાવચેતી રાખી પીડિતને સંપૂર્ણ રીતે બચાવવાનો પ્રયાસ કરે છે અને આરોપીઓને ઝડપી પાડવા માટે ટેક્નિકલ ટીમનો પણ સહારો લે છે. જોકે હાલમાં અમદાવાદના કૃષ્ણનગરનો એક કિસ્સો ખુબ ચર્ચમાં છે

શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં એક મહિલાએ મકાન માલિકને પોતાની પ્રેમજાળમાં ફસાવીને આખેઆખું મકાન તેના નામે કરાવવા માટે દબાણ કર્યું હતું. એટલું જ નહીં મકાનમાલિકને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી પણ આપતી હતી.

આ દરમિયાન મહિલાનો છોકરો પણ મકાન માલિકને ધમકી આપતો હોવાથી મકાન માલિકે આપઘાત કરી લીધો. આ મામલે મકાન માલિકની પત્નીએ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે.

શ્રીરામ ટેનામેન્ટમાં રહેતા દિલીપભાઈ તેમની પત્ની સહિતના પરિવાર સાથે રહે છે. દિલીપભાઈનું બીજું મકાન પુષ્પરાજ એપાર્ટમેન્ટમાં આવેલું છે. જે મકાન રેખાબેન પ્રજાપતિને ભાડે આપ્યું છે. સપ્ટેમ્બરમાં ભાવનાબેન શાક માર્કેટમાં ગયા હતા. ત્યારે પતિ દિલીપભાઈએ સિલિંગ ફેન સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. જોકે, આ મામલે કૃષ્ણનગર પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. બીજી બાજુ પત્ની ભાવનાબેનને થોડા દિવસ પછી પતિની એક સુસાઈડ નોટ મળી આવી હતી.

આ સ્યુસાઇડ નોટમાં પુષ્પરાજ એપાર્ટમેન્ટના ભાડુઆત રેખાબેને દિલીપભાઈને પ્રેમજાળમાં ફસાવી બ્લેકમેઇલ કર્યા હતા અને રૂપિયા પડાવ્યા હતા. આ ઉપરાંત દુષ્કર્મના ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપીને મકાન નામે કરવા માટે દબાણ કર્યું હતું અને અવાર નવાર જાનથી મારી નાખવાની ધમકી આપતા હોવાથી હું રેખાબેન, તેમના દીકરો ધવલ અને પતિ રમેશના ત્રાસથી આપઘાત કર્યો હોવાનું જણાવ્યું હતું.

સ્યુલાઇડ નોટ મળ્યા બાદ આ મામલે ભાવનાબેને કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણેયે વિરૂદ્ધમાં દુષપ્રેરણાનો ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે.

દરેક લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો