ગુજરાતમાં કોરોના મહામારીની બીજી લહેર આવી ગઇ હોય તેમ કોવિડ-19એ ફરીથી માથું ઉચક્યું છે અને નવા વર્ષમાં જ કોરોના કેસનો રાફડો ફાટ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજયમાં 1259 નવા કોરોના કેસ નોંધાતા આરોગય વિભાગમાં હડકંપ મચી ગયો છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 644 કોરોના કેસ નોંધાયા છે જે એક ચેતવણી સમાન છે. હજુ પણ લોકો કોરોના ગાઇડલાઇનનું ઉલ્લંઘન કરી રહ્યા છે. જો હવે લોકો જાગૃત નહીં થાય તો ત્રીજી લહેરમાં હોસ્પિલટો દર્દીઓથી ઉભરાય તો નવાઇ નહીં. જોકે આજે કોરોનાના કારણે ત્રણ દર્દીના મોત પણ નિપજ્યા છે. ત્યાં જ રાજ્યમાં કોવિડ-19થી સાજા થવાનો દર 98.09 ટકાએ પહોંચ્યો છે.
ગુજરાતમાં કોરોનાના નવા 1259 કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધુ અમદાવાદમાં 644 કેસ નોંધાયા છે. સુરતમાં 225, વડોદરામાં 75, રાજકોટમાં 61 કેસ નોંધાયા છે. તથા વલસાડમાં 40, મહેસાણામાં 12, ભરૂચ અને નવસારીમાં 16 કેસ છે. ત્યાં જ આજે કોરોના વધુ ત્રણ લોકોને ભરખી ગયો છે.
ગુજરાતમાં આજે કોરોનના નવ વેરિએન્ટ ઓમિક્રોનના વધુ 16 કેસ નોંધાયા છે. ગુજરાતમાં આજે કોરોનના નવ વેરિએન્ટ ઓમિક્રોનના વધુ 16 કેસ નોંધાયા છે. આજે રાજ્યમાં 151 દદીઓ સાજા થયેલ છે. રાજયમાાંઅત્યાર સુધીમાં આરોગ્ય વિભાગના સઘન પ્રયાસોના લીધે 8,19,047 દદીઓએ કોરોનાને મ્હાત આપી છે.