BJP માં રાજકીય ભૂકંપ, ભાજપનો ગઢ કહેવાતા ગુજરાતમાં ભાજપ સતત નબળું પડ્યું – ગોપાલ ઈટાલિયા

આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ એક મહત્વની માહિતી આપતા કહ્યું કે, સમગ્ર ગુજરાતમાં આમ આદમી પાર્ટીની લોકપ્રિયતા ખૂબ જ ઝડપથી વધી રહી છે. આજે અમને જણાવતા આનંદ થાય છે કે આમ આદમી પાર્ટીના વધતા પ્રભાવ અને અરવિંદ કેજરીવાલ જી ની દિલ્હી સરકારના કામકાજથી પ્રભાવિત થઈને આજે ઘણા બધા મહાનુભાવો આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. જેમાં મુખ્યત્વે ભાજપના નેતાઓ સામેલ છે. અમારા માટે ખુશીની વાત છે કે જે લોકો ભાજપની અંદર ઈમાનદાર હતા, તે લોકો ભ્રષ્ટ ભાજપને છોડીને આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે.

આમ આદમી પાર્ટીમાં જોડાનાર આ પ્રતિષ્ઠિત વ્યક્તિઓના નામ નીચે મુજબ છે,
૧) ડો.અમિતભાઈ દુબે, ઉપપ્રમુખ વોર્ડ નં. 29 (ભાજપ),
૨) રાજકુમાર સિંહ, પૂર્વ કોર્પોરેટર કનકપુર-કંસાડ નગરપાલિકા (ભાજપ),
૩) અરવિંદ તિવારી, પૂર્વ કોર્પોરેટર કનકપુર-કંસાડ નગરપાલિકા (ભાજપ),
૪) ઓમપ્રકાશ તિવારી પૂર્વ સભ્ય, પાલી ગ્રામ પંચાયત (ભાજપ),
૫) સરવન તિવારી ભૂતપૂર્વ સભ્ય, પાલી ગ્રામ પંચાયત (ભાજપ),
૬) રાજેશ શર્મા પ્રમુખ, હિંદુ યુવા સંઘ, ચોરાસી તાલુકા,
૭) ટી.એન. મિશ્રા પૂર્વ કન્વીનર કામદાર શેલ (ભાજપ),
૮) અજય દુબે પ્રમુખ, અજયધારા ફાઉન્ડેશન (ભાજપ),
૯) હરેશ રાજુભાઈ ભરવાડ સક્રિય સભ્ય ભાજપ, ભરવાડ સમાજના અગ્રણી,
૧૦) ઈર્શાદ ખાન (ભાડે ભાઈ) વરિષ્ઠ કોંગ્રેસ નેતા,
૧૧) અનિલ તિવારી ઉત્તર ભારતીય બ્રાહ્મણ સમાજ નેતા (ભાજપ),
૧૨) સંતોષ દુબે ઉત્તર ભારતીય બ્રાહ્મણ સમાજ નેતા (ભાજપ) સહિત તેમના સમર્થકો સાથે મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીમાં જોડાવા બદલ હું આ તમામ નવા સાથીઓને હૃદયપૂર્વક આવકારું છું.

આમ આદમી પાર્ટી દેશની સૌથી કટ્ટર ઈમાનદાર પાર્ટી છે. આમ આદમી પાર્ટીમાં હંમેશા દેશની સેવા કરનારા લોકોને પૂરેપૂરું સન્માન આપવામાં આવે છે અને તેમને તેમની ક્ષમતા અનુસાર દેશની સેવા કરવાની તક આપવામાં આવે છે. આજે અમારા માટે ગર્વની વાત છે કે અમે ભારતીય જનતા પાર્ટીના ઈમાનદાર લોકોને આમ આદમી પાર્ટીમાં જોડી શકીએ છીએ.

જો કે ગુજરાત ભાજપનો ગઢ કહેવાય છે, પરંતુ જ્યારથી ગુજરાતમાં આમ આદમી પાર્ટી સક્રિય થઈ છે ત્યારથી ગુજરાતમાં ભાજપ નબળી પડી રહી છે. આજે ભાજપ માત્ર આમ આદમી પાર્ટીથી ડરે છે અને અમારા માટે ગર્વની વાત છે કે ભાજપએ પોતે જ અમને મુખ્ય વિરોધી માની લીધા છે. આના પરથી સ્પષ્ટ થાય છે કે આવનારી ચૂંટણી માત્ર અને માત્ર ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે જ યોજાવાની છે.

અરવિંદ કેજરીવાલ જી ની દિલ્હી સરકારના 7 વર્ષના કાર્યકાળ દરમિયાન દિલ્હીમાં આવેલા ઐતિહાસિક ફેરફારો સામે આજે ભાજપ સરકારના 27 વર્ષનો કાર્યકાળ ફિક્કો પડી રહ્યો છે. ગુજરાતમાં 27 વર્ષથી જનતા સાથે માત્ર છેતરપિંડી કરવામાં આવી છે અને તેના કારણે ભાજપના લોકો પણ ભાજપથી નારાજ થઈને આમ આદમી પાર્ટીમાં જોડાઈને પ્રજાની સાચી સેવા કરી રહ્યા છે. તે ખૂબ જ આનંદની વાત છે કે ગુજરાતમાં ભ્રષ્ટ ભાજપ દિવસેને દિવસે નબળી પડી રહી છે અને ગુજરાતની જનતાને આમ આદમી પાર્ટીના રૂપમાં નવો અને સારો વિકલ્પ મળી રહ્યો છે.

ગુજરાતમાં ભાજપના નેતાઓ ભાજપ છોડીને આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે, જેના કારણે આગામી સમયમાં ભાજપની અંદર જે રાજકીય ભૂકંપ આવવાનો છે તે સમગ્ર ભાજપને ખતમ કરી નાખશે. કારણ કે ગુજરાતની જનતા હવે ભાજપથી ખૂબ જ કંટાળી ગઈ છે અને આગામી ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને જ મત આપીને જનતાની સેવા કરવાનો મોકો આપશે.

દરેક લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો