ગત ફેબ્રુઆરી મહિનામાંજ ઉત્તરાખંડના ચમોલીમાં ગ્લેશિયર તૂટ્યો હતો ત્યારે હવે ફરી વાર ચમોલી જનપદમાં આવેલ જોશીમઠમાં ગ્લેશિયલ તૂટ્યો છે જેના કારણે ઘણા બધા લોકો ત્યા ફસાઈ ગયા છે. પરંતુ સેના દ્વારા રેસક્યું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે ગ્લેશિયલ તૂટીને મલારી સુમના રસ્તા પર ખસી આવ્યું જ્યા પહેલાથી કામ ચાલી રહ્યું હતું.
આ રસ્તા પર કનસ્ટ્રકશન કામ ચાલી રહ્યું હતું જેથી કામદારો અહીયા ફસાઈ ગયા સેના દ્વારા એવી માહિતી સામે આવી છે કે આ ઘટનામાં 8 લોકોના ગંભીર મોત થયા છે જ્યારે 348 જેટલા લોકોને બચાવી લેવામાં આવ્યા છે જ્યારે 6 લોકો ગંભીર હાલતમાં છે જેથી તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે જોકે બે મહિનામાંજ અહીયા બીજી વખત ગ્લેશિયલ તૂટ્યો જેથી લોકોમાં ચીંતાનો માહોલ છે.
ખરાબ હવામાનને કારણે સેના દ્વારા રેસ્કયૂ અમુક સમય પૂરતું રેસ્ક્યૂં રોકી દેવામાં આવ્યું હતું પરંતુ હવામાન યોગ્ય થઈ જતા રેસ્ક્યૂ ફરી થી શરૂ કરવામાં આવ્યું. અત્યાર સુધીમાં સેના દ્વારા 348 જેટલા લોકોના જીવ બચાવી લેવામાં આવ્યા જે પૈકી 6 લોકોની હાલત ગંભીર છે.
હવામાન વિભાગ દ્વારા એવી આગાહી પણ કરવામાં આવી છે કે આગામી સમયમાં 28 કલાકમાં ભારે વરસાદ અહીયા પડી શકે છે જેના કારણે ભારા તારાજી પણ સર્જાઈ શકે છે હાલ અહીયાનું તાપમાન 6 ડિગ્રીથી માડી 14 ડિગ્રી સુધીનું છે. 28 કલાક સુધી તાપમાન અહીયા ગંભીર રહેશે. બાદમાં 26 એપ્રિલના રોજ તાપમાન અહીયા ફરી યોગ્ય થઈ જશે.
જે જગ્યાએ ગ્લેશિયર તૂટ્યો છે ત્યા માર્ગ નિર્માણનું કામ ચાલી રહ્યું હતું. બીજી બાજુ સતત હિમવર્ષાને કારેમ તે જગ્યાએ પહોચવામાં પણ સમય લાગે છે લોકો અહીયા રહેતા પણ નથી જેથી કોઈની અવર જવર પણ નથી રહેતી અહીયા ગ્લેશિયર તૂટવાની માહિતી મળ્યા બાગ સમગ્ર મામલે મુખ્યમંત્રી તીરથ સિંહ દ્વારા પણ લોકોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે સાથેજ પ્રશાસનને પણ સંપૂર્ણ માહિતી આપવા નિર્દેશ આપવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે ઉત્તરાખંડમાં 7 વર્ષ પછી ફરી વખત કહેર જોવા મળી રહ્યો છે. આ પહેલા જ્યારે ગ્લેશિયર તૂટ્યો હતો ફેબ્રુઆરી માસમાં ત્યારે 150 જેટલા લોકોની હજુ પણ કોઈ ભાણ નથી મળી. ખાસ કરીને ઋષિગંગા પાવર પ્રોજ્ક્ટ નાશ થયા પછી અહીયા ભારત અને ચીનને જોડતો બ્રીજ પણ ડેમેજ થયો છે. જેથી આસાપાસના 12 ગામો સાથેનું કનેકશન પણ તૂટી ગયું છે.