અલ્પેશ ઠાકોર વિશે ની વધારે ચર્ચા પેહલા એક નજર તેમના પહેલાના પોલિટિકલ કારીયર પર નાખીએ. રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે આજે પાટણ જિલ્લાના સાતેક જેટલા તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરવાની માગ સાથે ગુરૂવારે રાધનપુરની પ્રાંત કચેરી આગળ સવારે નવ વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધી ધરણા આરંભ્યા છે.
રાધનપુર વિધાનસભા બેઠકમાં આવતા રાધનપુર, વારાહી, સમી અને શંખેશ્વરની આજુબાજુના વિસ્તારોમાં વરસાદ નથી પડ્યો ત્યારે આ તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરવાની માંગ કરી છે.
રાજ્યની બીજેપી સરકારે તેમના મત વિસ્તાર સાથે અન્યાય કર્યો હોવાનો આરોપ લગાવતા અલ્પેશ ઠાકોરે કહ્યું કે બોર્ડરના તાલુકા ચાણસ્મા, રાપર, વાવ, કાંકરેજ એમ તમામ તાલુકાઓને અછતગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે.
તો આ વિસ્તાર સાથે અન્યાય કેમ.ધારાસભ્ય અલ્પેશે સરકારને અલ્ટીમેટમ આપ્યું હતું કે જો સાડા ત્રણ વાગ્યા સુધી માગ નહીં સંતોષાય તો આશ્ચર્યજનક કાર્યક્રમ આપવામાં આવશે. જો અછતગ્રસ્ત જાહેર નહીં કરવામાં આવે તો ઢોર-ઢાંખર સાથી અમે ગાંધીનગરનું કૂચ કરીશું.
આ ઉપરાંત લોકોના દેવા માફ કરવામાં આવે. ખેડૂતોને સમયસર પાણી આપવામાં આવે અને ઘાસચારાની વ્યવ્યસ્થા કરવામાં આવે.આ કોઈ રાજનીતિનો મુદ્દો નથી તેમ પણ કહ્યું છે. ઉપરાંત રાજનીતિક લાલસા શરમજનક હોવાનું પણ કહ્યુ હતું.
અલ્પેશે રાજ્ય સરકારના નેતાઓને ચીમકી આપતા કહ્યું સરકારના નેતાઓમાં તાકાત હોય તો રાધનપુરમાં કાર્યક્રમ કરી બતાવે તેવુ પણ નિવેદન આપ્યું છે. ગુજરાતના ઓબીસી નેતા અલ્પેશ ઠાકોરની સંપત્તિ બે વર્ષમાં બમણી થઈ ગઈ છે. તેમણે રાધનપુર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે ભાજપના ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી છે.
તેની સંપત્તિની વાત કરીએ તો, 2017 ની વિધાનસભાની ચૂંટણીમાં તે 1.30 કરોડ હતી, જે હવે વધીને 2.26 કરોડ થઈ ગઈ છે. તેની સંપત્તિમાં તેની પત્ની અને બાળકોનો હિસ્સો પણ શામેલ છે.આ અગાઉ, 2017 માં, તેમણે રાધનપુર વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી હતી.
જીતવા માટે તે સમયે ભાજપના ઉમેદવારને હરાવવામાં પણ તે સફળ રહ્યા હતા. તે સમયે તેમણે માહિતી આપી હતી કે તેમની પાસે રૂ.98.88 લાખની ચલ સંપત્તિ અને 37 લાખ રૂપિયાની અચલ સંપત્તિ છે. અલ્પેશ ઠાકોરે કોંગ્રેસ સાથેના સંબંધો તોડીને ગંભીર આક્ષેપો કરતા આ વર્ષે જુલાઈમાં પાર્ટીમાંથી રાજીનામું આપ્યું હતું.
પાર્ટી છોડ્યા બાદ જ તેઓ ભાજપમાં જોડાયા હતા. અહીં ભાજપે રાધનપુર પેટાચૂંટણી માટે અલ્પેશ ઠાકોરને પોતાનો ઉમેદવાર જાહેર કર્યો છે. તેમણે ચૂંટણીના સોગંદનામામાં આ વખતે સંપત્તિ વિશે માહિતી આપી છે. જેમાં તેણે કહ્યું છે કે તેમની પાસે 2.26 કરોડ રૂપિયાની સંપત્તિ છે.
ઠાકોરે કહ્યું કે તેમની પાસે 1.31 કરોડની ચલ સંપત્તિ છે અને 95 લાખ રૂપિયાની અચલ સંપત્તિ છે. આ અગાઉ 2017 માં તેમને તેમની સાથે ચાલી રહેલા કોઈ પણ કેસ અંગે જાણકારી આપી ના હતી. પરંતુ આ વખતે તેણે જણાવ્યું હતું કે તેની સામે 6 ગુનાહિત કેસ ચાલી રહ્યા છે.
આપને જણાવી દઈએ કે હરિયાણા અને મહારાષ્ટ્ર વિધાનસભાની તારીખો જાહેર કરવામાં આવી છે. આ બંને રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીની સાથે સાથે ગુજરાતની રાધનપુર બેઠક પર પેટા ચૂંટણીઓ યોજાઈ રહી છે.
21 મી ઓક્ટોબરે આ બેઠક પર મતદાન થશે અને 24 ઓક્ટોબરે પરિણામ જાહેર થશે.આ આંકડા ચોંકાવનારી જરૂર છે પરંતુ મળતી માહિતી જણાવે છે કે તે સત્ય છે પરંતુ હાજી તેનો કોઈ ખુલાસો થયો નથી.