કેરળના કોરોના ચેપ પર અંકુશ રહ્યો નથી, બગાડતાં હાલત ને લઈ ને સુપ્રીમ કોર્ટે પણ દર્શાવી નારાજગી

ભારતમાં કોરોના અટકવાનું નામ લઈ રહ્યો નથી. તાજેતરમાં કોરોનાના નવા 42,618 કેસ નોંધાયા છે, ત્યારથી દેશમાં કોરોનાના દર્દીઓની કુલ સંખ્યા વધીને 3,29,45,907 થઈ ગઈ છે. ચેપને કારણે મૃત્યુઆંક વધીને ૪,૪૦,૨૨૫ થઈ ગયો છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, હાલમાં દેશમાં 4.05 લાખ સક્રિય કોરોનાવાયરસદર્દીઓ છે. શુક્રવારે કોરોના વાયરસના દર્દીઓમાં ફરીથી ઉછાળો જોવા મળ્યો છે. એક રિપોર્ટ અનુસાર છેલ્લા 24 કલાકમાં કોરોનાના 45,352 નવા કેસ નોંધાયા છે. નવાઈની વાત એ છે કે નવા કિસ્સાઓમાં માત્ર કેરળના જ 29,322 કેસ છે. કેરળની સ્થિતિ કોરોનાવાયરસને લઈને ગંભીર છે.

કેરળમાં 70 ટકા કેસ: એક અહેવાલ મુજબ કેરળમાં છેલ્લા 24 કલાકમાં ચેપના 29,322 નવા કેસ નોંધાયા છે જ્યારે તેમાંથી 131 ના મોત થયા છે. રાજ્યમાં ચેપ ગ્રસ્ત આંકડો ૪૧.૫૧ લાખને પાર થઈ ગયો છે જ્યારે મૃત્યુઆંક ૨૧,૨૮૦ છે. મુખ્યમંત્રી પિનારાઈ વિજયને હાલ પૂરતી કેરળમાં સંપૂર્ણ લોકડાઉનનો ઇનકાર કર્યો છે. તેમનું કહેવું છે કે લોકડાઉન અર્થતંત્ર અને આજીવિકા માટે એક મોટું સંકટ પેદા કરી શકે છે.

આ ઉપરાંત કેરળમાં વધતા જતા સંક્રમણ કેસને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટે 6 સપ્ટેમ્બરથી ઓફલાઇન શરૂ થતી ધોરણ 11ની પરીક્ષાઓ પર પણ 1 અઠવાડિયા માટે સ્ટે મૂક્યો છે. સુપ્રીમ કોર્ટનું કહેવું છે કે, “કોરોનાના વધતા કેસોને કારણે કેરળની હાલત ગંભીર છે અને પરિસ્થિતિ ચિંતાજનક છે.

દેશભરમાં ચેપના કુલ કેસોની સંખ્યામાંથી લગભગ 70 ટકા એકલા કેરળમાં છે. આવી સ્થિતિમાં બાળકોને જોખમમાં મૂકી શકાય નહીં. સુપ્રીમ કોર્ટે કહ્યું, એવું લાગે છે કે રાજ્ય સરકારે પરીક્ષા લેવા માટે હાલની પરિસ્થિતિ પર ગંભીરતાથી વિચાર કર્યો નથી.

Scroll to Top