જમ્મુ-કશ્મીરમાં સુરક્ષા દળોએ 72 કલાકમાં માર્યા 12 આતંકવાદી, જણાવી આ મોટી વાત

જમ્મુ-કશ્મીરમાં આતંકવાદીઓ સામે સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. છેલ્લા 72 કલાકમાં સુરક્ષા દળોએ 12 આતંકવાદીઓને મારી નાખ્યા છે. આ બધા આતંકીઓ ચાર અલગ-અલગ ઓપરેશનમાં માર્યા ગયા હતા. ત્રાલ અને શોપિયાંમાં 7 આતંકવાદીઓને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા છે. આ જાણકારી જમ્મુ-કશ્મીર પોલીસ મહાનિર્દેશક દિલબાગ સિંહે આપી છે.

DG જમ્મુ-કશ્મીર પોલીસે કહ્યું છે કે, “બિજબેહરામાં ઓપરેશન સમાપ્ત થઈ ગયું છે. છેલ્લા 72 કલાકમાં ચાર અલગ-અલગ ઓપરેશનમાં 12 આતંકવાદીઓ માર્યા ગયા છે. તેમાં ત્રાલ અને શોપિયાં માર્યા ગયેલા 7 આતંકવાદીઓ, હાદીપુરામાં માર્યા ગયેલા અલબદ્રના 3 આતંકવાદી અને બિજબેહરામાં માર્યા ગયેલા લશ્કરે-એ-તૈયબાના 2 આતંકવાદી સામેલ છે.”

શોપિયાં જિલ્લાના હાદિપોરામાં અલબદ્રના ત્રણ આતંકી માર્યા ગયા

જમ્મુ-કાશ્મીરના શોપિયાં જિલ્લાના હાદીપોરામાં થયેલ ત્રણ અથડામણમાં ત્રણ આતંકવાદી માર્યા ગયા છે. તેમની પાસે એક એકે રાઇફલ અને 1 પિસ્તોલ મળી આવી છે. પોલીસે જણાવ્યું છે કે, નવ ભરતી થયેલા એક આતંકવાદીને શરણાગતિ કરાવવા માટે પોલીસ અને સુરક્ષા દળોએ ઘણા પ્રયત્ન કર્યા હતા. તેમના માતા-પિતાએ પણ અપીલ કરી, પરંતુ બાકી આતંકવાદીઓ તેને આત્મસમર્પણ કરવા દીધું નહોતું.

આ અગાઉ શનિવાર સાંજે સાઉથ કશ્મીરના અનંતનાગ અને શોપિયાં જિલ્લામાં એક બાદ એક 2 અથડામણ થયા હતા. પ્રથમ અથડામણમાં સાઉથ કશ્મીરના શોપિયાં જિલ્લાના હાદીપોરા વિસ્તારમાં શરૂ થઈ જ્યારે બીજી અથડામણ અનંતનાગ જિલ્લાના સેમથાન બિજબેહરા વિસ્તારમાં શરૂ થઈ હતી. આ બંને ઓપરેશન હવે સમાપ્ત થઈ ગયા છે.

બંને જગ્યાઓ પર આતંકીઓની હાજરીની સૂચના મલ્યા બાદ પોલીસ અને સેનાની સંયુક્ત ટિમોએ જેવી જ નાકાબંદી કરી તો તેમના પર આતંકવાદીઓએ ગોળીબાર શરૂ કરી દીધો હતો. ત્યાર બાદ અથડામણ ઝડપી બની હતી.

Scroll to Top