ખુબજ સસ્તામાં ફરી શકો છો ચોમાસામાં આ દેશોમાં, જાણો કેટલું છે સસ્તું..એક મિનિટમાં

આ દુનિયામાં બિન્દાસ્ત હરવું ફરવું કોને ના ગમે ? પરંતુ હરવા ફરવા માટે થોડાક ખીસા મજબૂત જોઈએ, ત્યારે આજે આપણે સસ્તામાં ફરી શકાય એવા દેશોની વાત કરીશું..જ્યાં તમે ખુબજ ઓછા ખર્ચે એટલે 30000 રૂપિયાથી પણ ઓછા ખર્ચે હરિ- ફરી શકો છો..

થાઈલેન્ડ.

થાઈલેન્ડમાં આવેલા બેંગકોકની સિટી પાર્ટી, પત્તાયાની નાઈટ લાઈફ ચિઆંગ રાજમાં પર્વતારોહણ જોવાલાયક છે. આ સિવાય ત્યાંનું રિચ હેરિટેજ કલ્ચર અને અલ્ટ્રા-મોડર્ન સિટીસ્કેપની પણ મુલાકાત લેવી જ રહી.

ઈજિપ્ત.

ઐતિહાસિક માહિતીથી ભરપૂર અને વૈશ્વિકસ્તરે પિરામિડ માટે પ્રખ્યાત એવું ઈજિપ્ત ફરવાના શોખીન લોકો માટે ખૂબ જ લોકપ્રિય છે. ત્યાંનો રણપ્રદેશ અને ગિઝાનો પિરામિડ તેમજ પહાડો તમને લાઈફટાઈમ અનુભવ આપશે.

જોર્ડન.

તમે નહીં માનો પણ ભારતથી જોર્ડનની ફ્લાઈટ ટિકિટ ખૂબ જ સસ્તી છે જોર્ડન એ એક ખૂબ જ સુંદર જગ્યા છે, ત્યાંનો દરિયો, ઊંટોના કાફલ અને ઐતિહાસિક સ્થળો મુસાફરોમાં ઉત્સાહ સ્થાપિત કરે છે.

શ્રીલંકા.

ભારતના પાડોશી દેશ એવા શ્રીલંકામાં ઘણીબધી ફરવાલાયક જગ્યાઓ છે, ત્યાંનો દરિયા કિનારો, ઐતિહાસિક જગ્યાઓ અને હિલ સ્ટેશનો તેમજ ભોજન ટૂરિસ્ટોમાં ખૂબ જ લોકપ્રિય છે.

દુબઈ.

ડેઝર્ટ સફારીથી લઈને શોપિંગ માટે પ્રખ્યાત એવા દુબઈમાં ભારતીયો અને તેમાં પણ ખાસકરીને ગુજરાતી ટૂરિસ્ટોનો ખાસ્સો ધસારો જોવા મળી રહ્યો છે. ઓછા બજેટમાં ફરી શકાય તેવી આ જગ્યા છે.

વિયેટનામ.

સુંદર રમણીય સ્થળો, ઐતિહાસિક યાદો અને હેરિટેજ માટે વિયેટનામ ખૂબ જ જાણીતુ છે. ત્યાના પર્વતો અને ગુફાઓ પણ જોવા જેવી છે.

સિંગાપોર.

ઓછા બજેટમાં ફરવા માટે સિંગાપોર ખૂબ જ પ્રખ્યાત છે, ત્યાં અનેક જગ્યાઓ જોવા જેવી છે. ગુજરાતીઓનો વેકેશનમાં અહીં ખૂબ જ ધસારો જોવા મળે છે.

ટર્કી.

અહીં 8 દેશોની બોર્ડર જોવા મળે છે અને આજુબાજુમાં 3 દરિયાકિનારઓ પણ જોડાયેલા છે. ત્યાંનુ કલ્ચર ખૂબ જ પ્રખ્યાત છે. ટર્કીને પ્રાચીન શહેર તરીકે પણ ઓળખવામાં આવે છે. અહીં વૈશ્વિક પ્રવાસીઓનો ખૂબ જ ધસારો જોવા મળે છે.

કેન્યા.

આફ્રિકાનું કેન્યા તેની પરંપરાગત આફ્રિકન સફારી માટે ખૂબ જ જાણીતું છે. આ સિવાય પણ ત્યાં જોવા જેવી અનેક જગ્યાઓ છે. ઓછા બજેટમાં તમે અહીં ફરી શકો છો.

હોંગકોંગ.

હોંગકોંગમા જોવાલાયક સ્થળોમાં ધાર્મિક જગ્યાઓ, પહાડો, શોપિંગ પ્લેસિસ વગેરેનો સમાવેશ થાય છે. વારંવાર મુલાકાત લેવાની ઈચ્છા થાય તેવું છે આ હોંગકોંગ.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top