ફોર્મમાં હશે અલગ વિકલ્પ – હવે પાન કાર્ડ માટે ભરવામાં આવતા ફોર્મમાં એક એવો વિકલ્પ પણ હશે, જેમાં કોઈ વ્યક્તિ માતા-પિતાથી અલગ થવાની સ્થિતિમાં પોતાની માતાનું નામ લખી શકશે. તમને જણાવી દઈએ કે, આ પહેલા પાન કાર્ડ માટે પિતાનું નામ આપવું જરૂરી હતું અને ફોર્મમાં માત્ર પિતાના નામનો જ વિકલ્પ હતો.
ક્યારથી થશે લાગુ – ઈન્કમ ટેક્ષ વિભાગનો આ નવો નિયમ 5 ડિસેમ્બરથી લાગુ કરી દેવામાં આવશે. આ નિયમથી એ લોકોને ઘણી રાહત મળી છે, જે પોતાના પિતાથી અલગ રહે છે અને કોઈ પણ ફોર્મમાં પિતાની જગ્યાએ પોતાની માતાનું નામ લખવાનું જ પસંદ કરે છે.
ઈ-પાન કાર્ડ સેવા પણ શરૂ – પાન કાર્ડની અરજી કરવા માટે લોકોને સાઈબર કાફે વગેરેના ધક્કા ખાવા પડે છે. પરંતુ હવે થોડા સમય માટે ઈ-પાન જનરેટ કરી શકો છો. NSDL અથવા UTITSLની વેબસાઈટથી પાન માટે ઓનલાઈન અરજી કરી શકાશે. આમાં પાન કાર્ડની હાર્ડ કોપી અથવા વર્ચ્યુઅલ કોપીનો પણ વિકલ્પ આપવામાં આવશે. બતાવવામાં આવ્યું છે કે, આ સેવા સીમિત સમય માટે શરૂ કરવામાં આવી છે.
નાણાકીય લેવડ-દેવજડ માટે પાન કાર્ડ જરૂરી – અધિસૂચના અનુસાર, નાણાકીય વર્ષમાં 2.5 લાખથી વધારે નાણાકીય લેવડ દેવડ કરનારા લોકો માટે પાન કાર્ડ જરૂરી હશે. વિભાગે સ્થાનિક કંપનીઓને પણ અનિવાર્ય તરીકે પાન કાર્ડ રાખવાનું કહ્યું છે, ભલે પછી તેમનું એક વર્ષનું ટર્ન ઓવર 5 લાખથી ઓછુ કેમ ન હોય. વિભાગનું કહેવું છે કે, આનાથી ટેક્સ ચોરી રોકવામાં ઘણી મદદ મળશે.