ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 10 નવેમ્બરે એડિલેડના મેદાન પર મેચ રમાશે. આ મેચ જીતીને ટીમ ઈન્ડિયા સેમીફાઈનલમાં જગ્યા બનાવવા ઈચ્છશે. ભારતીય ટીમે ગ્રુપ સ્ટેજમાં શાનદાર રમત બતાવી હતી. ટીમ ઈન્ડિયાના બેટ્સમેન અને બોલરો શાનદાર ફોર્મમાં ચાલી રહ્યા છે. આ દરમિયાન ભારતના સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલીને પ્રેક્ટિસ દરમિયાન હર્ષલ પટેલથી બોલ વાગતા ઈજા થઈ હતી.
આ ખેલાડી ઈજાગ્રસ્ત થયો હતો
સેમી ફાઈનલ મેચ પહેલા ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડીઓ ઘણો પરસેવો પાડી રહ્યા છે. પ્રેક્ટિસ દરમિયાન વિરાટ કોહલીને હર્ષલ પટેલનો બોલ જાંઘમાં વાગ્યો હતો. જોકે, ઈજા ગંભીર નથી અને તે ઠીક છે. બાદમાં તે ફેન્સ સાથે સેલ્ફી લેતો જોવા મળ્યો હતો. થોડા સમયના આરામ બાદ તેણે ફરીથી બેટિંગ શરૂ કરી.
વિરાટ કોહલી શાનદાર ફોર્મમાં છે
વિરાટ કોહલી શાનદાર ફોર્મમાં ચાલી રહ્યો છે. એશિયા કપ 2022 બાદ તેનું બેટ રન ફ્ટકારી રહ્યું છે. તે T20 વર્લ્ડ કપ 2022માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે. તેણે અત્યાર સુધી ટૂર્નામેન્ટની 5 મેચમાં 246 રન બનાવ્યા છે. તે માત્ર થોડા જ બોલમાં મેચનો માર્ગ બદલવાની ક્ષમતા ધરાવે છે. સેમિફાઇનલ મેચમાં તેની પાસેથી મોટી ઇનિંગ્સની અપેક્ષા રાખવામાં આવશે.
ટીમ ઈન્ડિયા ટાઈટલ જીતવાની દાવેદાર છે
ભારતીય ટીમ રોહિત શર્માની કપ્તાનીમાં T20 વર્લ્ડ કપ 2022નો ખિતાબ જીતવાની પ્રબળ દાવેદાર છે. ટીમ ઈન્ડિયાની બેટિંગ ઘણી મજબૂત માનવામાં આવે છે. ભારત પાસે ઘણા સ્ટાર ખેલાડીઓ છે, જે તેમને ટ્રોફી અપાવી શકે છે. ટીમ ઈન્ડિયા પાસે રોહિત શર્મા, કેએલ રાહુલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા જેવા ખતરનાક બેટ્સમેન છે.