ટીમ ઈન્ડિયાને 26 જૂન અને 28 જૂને આયર્લેન્ડ સામે બે મેચની T20 સીરિઝ રમવાની છે. IPL 2022 વિજેતા કેપ્ટન હાર્દિક પંડ્યાને આ પ્રવાસ માટે કેપ્ટન બનાવવામાં આવ્યો છે. પસંદગીકારોએ આ T20 આંતરરાષ્ટ્રીય શ્રેણી માટે મોહમ્મદ શમી જેવા અત્યંત ખતરનાક ઝડપી બોલરને તક આપી છે.
મોહમ્મદ શમી જેવા અત્યંત ખતરનાક ફાસ્ટ બોલરને તક
આ ફાસ્ટ બોલર આયર્લેન્ડ ટીમ માટે કોળ બની જશે. આ ફાસ્ટ બોલર ડેથ ઓવરોમાં ઘાતક યોર્કર મારવામાં માહિર છે. હાલમાં જ આ ફાસ્ટ બોલરે IPL 2022માં વિરોધી ટીમના બેટ્સમેનોને રન બનાવા દીધા નથી, જેના આધારે આ બોલરને ટીમ ઈન્ડિયામાં પસંદગીકારોએ તેને પસંદ કર્યો છે.
‘વાઇડ યોર્કર્સ’ સ્વિચ કરવાની ક્ષમતા
પસંદગીકારોએ ટીમ ઈન્ડિયામાં ‘ડેથ ઓવર્સ’ (અંતિમ ઓવર) નિષ્ણાત ફાસ્ટ બોલર અર્શદીપ સિંહની પસંદગી કરી છે. અર્શદીપ સિંહે ભલે 13 IPL મેચોમાં માત્ર 10 વિકેટ લીધી હોય, પરંતુ તેની વૈકલ્પિક રીતે ‘વાઈડ યોર્કર્સ’ અને ‘બ્લોક-હોલ્સ’ બોલ કરવાની ક્ષમતાએ તેને ટીમ ઈન્ડિયામાં સ્થાન અપાવ્યું છે. અર્શદીપ સિંહ IPL 2022 દરમિયાન ડેથ ઓવરોમાં પંજાબ કિંગ્સ માટે એક સારો બોલર રહ્યો છે. અર્શદીપ સિંહનો ઈકોનોમી રેટ 7.31 આ તબક્કામાં તમામ બોલરોમાં શ્રેષ્ઠ છે. તે ડેથ ઓવરોમાં યોર્કર વડે શાનદાર બોલિંગ કરી રહ્યો છે.
અર્શદીપ સિંહ દબાણમાં પણ શાંત રહે છે
અર્શદીપ સિંહ દબાણની સ્થિતિમાં પણ સતત સારું પ્રદર્શન કરી રહ્યો છે. અર્શદીપ સિંહ દબાણમાં પણ શાંત રહે છે અને ડેથ ઓવરોમાં સારું પ્રદર્શન કરી રહ્યો છે. આ દર્શાવે છે કે અર્શદીપ સિંહ ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યો છે અને તે ટીમ ઈન્ડિયા સાથે પણ જોડાઈ ગયો છે
આયર્લેન્ડ પ્રવાસ માટે ભારતીય T20 ટીમ:
હાર્દિક પંડ્યા (કેપ્ટન), ભુવનેશ્વર કુમાર, ઈશાન કિશન, ઋતુરાજ ગાયકવાડ, સંજુ સેમસન, સૂર્યકુમાર યાદવ, વેંકટેશ અય્યર, દીપક હુડ્ડા, રાહુલ ત્રિપાઠી, દિનેશ કાર્તિક, યુઝવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, રવિ બિશ્નોઈ, હર્ષલ પટેલ, આવેશ ખાન , અર્શદીપ સિંહ , ઉમરાન મલિક.