છેલ્લા 7 મહિનાથી જે 19 નવેમ્બરનું દર્દ ટીમ ઈંડિયા અને ભારતીય ફેન્સના દિલમાં હતું, તે 29 જૂને હંમેશા માટે દૂર થઈ ગયું. રોહિત શર્માની કપ્તાનીમાં ટીમ ઈંડિયાએ ટી 20 વર્લ્ડ કપ 2024ની ફાઈનલમાં સાઉથ આફ્રિકાને 7 રનેથી હરાવીને આખા દેશમાં ખુશીઓ છવાઈ ગઈ. વિરાટ કોહલીની દમદાર અડધી સદી અને અક્ષર પટેલ-શિવમ દૂબેની મહત્વની ઈનિંગ્સના દમ પર ટીમ ઈંડિયાએ 176 રનનો મોટો સ્કોર આપ્યો. તો વળી જસપ્રીત બુમરાહ, અર્શદીપ સિંહ અને હાર્દિક પંડ્યાએ છેલ્લે આવીને ટીમ ઈંડિયાને વાપસી કરાવતા સાઉથ આફ્રિકા ફક્ત 171 રન પર જ અટકી ગઈ. તેની સાથે જ 17 વર્ષ બાદ ટીમ ઈંડિયાએ બીજી વાર ટી 20 વર્લ્ડ કપનો ખિતાબ પોતાના નામે કર્યો અને એવું કરનારી ફક્ત ત્રણ ટીમ જ બની છે.
ટોપ ઓર્ડર ફેલ, કોહલીએ સંભાળી બાજી
બ્રિજટાઉનના કેંસિંગ્ટન ઓવલ મેદાનમાં ટીમ ઈંડિયાના કપ્તાન રોહિત શર્માએ ટોસ જીત્યો અને પહેલા બેટીંગ કરવાનો નિર્ણય લીધો. આ વર્લ્ડ કપમાં છેલ્લી 7 ઈનિંગ્સમાં ફેલ રહેલા કોહલીએ પહેલી જ ઓવરમાં 3 ચોગ્ગા ફટકાર્યા અને ઝડપી શરુઆત કરી. એવું લાગી રહ્યું હતું કે, આજે તે મોટો સ્કોર કરવા આવ્યો છે. ત્યારે બીજી જ ઓવરમાં કેશવ મહારાજે પહેલા રોહિત શર્મા અને પછી પંતની વિકેટ લઈને ટીમ ઈંડિયાને ઝટકો આપ્યો. પાંચમી ઓવરમાં કગિસો રબાડાએ સૂર્યાને આઉટ કરીને સૌથી મોટો ઝટકો આપ્યો. ફક્ત 34 રનમાં ભારતની 3 વિકેટ પડી ગઈ હતી.
𝐓𝐡𝐚𝐭 𝐰𝐢𝐧𝐧𝐢𝐧𝐠 𝐟𝐞𝐞𝐥𝐢𝐧𝐠 #T20WorldCupFinal | #INDvsSA pic.twitter.com/21NyguiiKj
— Star Sports (@StarSportsIndia) June 29, 2024
ટીમ ઈંડિયા મુસીબતમાં હતી, ત્યારે અક્ષર પટેલને પ્રમોટ કરવાનો નિર્ણય લીધો. આ નિર્ણય એકદમ સાચો સાબિત થયો. ઝડપી શરુઆત બાદ કોહલીએ એક છેડેથી મોર્ચો સંભાળી રાખ્યો. જ્યારે અક્ષર પટેલે બાઉન્ડ્રી ફટકારતો રહ્યો. બંને વચ્ચે ચોથી વિકેટ માટે 72 રનની પાર્ટનરશિપ થઈ. ત્યાર બાદ કોહલી અને દૂબેએ 57 રન બનાવ્યા. આ ટીમ ઈંડિયાનો સ્કોર 176 રન સુધી પહોંચી ગયો. કોહલી 76 રન બનાવીને આઉટ થયો.
હાર્દિકે બાજી જીતાડી દીધી
ક્લાસે ફક્ત 23 બોલમા અડધી સદી ફટકારી હતી અને સાઉથ આફ્રિકાની જીત નક્કી લાગી રહી હતી. હાર્દિકે 17મી ઓવરમાં પહેલા બોલ પર ક્લાસેનની વિકેટ લીધી અને ફક્ત 4 રન આપ્યા. પછી બીજી ઓવરમાં બુમરાહે ફક્ત 2 રન આપ્યા અને માર્કો યાસને બોલ્ડ કરી ટીમ ઈંડિયાને જીતની નજીક લઈ ગયો. છેલ્લી 2 ઓવરમાં સાઉથ આફ્રિકાને 20 રન જોઈતા હતા અને 19મી ઓવરમાં અર્શદીપે ફક્ત 4 રન આપ્યા. અહીંથી ટીમ ઈંડિયાને જીતની આશા બંધાઈ. સૂર્યકુમાર યાદવે સનસનીખેજ કેચ કર્યો અને મિલરને આઉટ કરી દીધો. હાર્દિકે ફક્ત 8 રન આપીને ટીમ ઈંડિયાને 7 રને જીત અપાવી હતી.