India vs Sri Lanka 3rd ODI: ભારતીય ટીમ હાલમાં શ્રીલંકા સામે ત્રણ મેચની સીરીઝની છેલ્લી મેચ રમી રહી છે. આ મેચમાં કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. કેપ્ટન રોહિતે આ મેચની પ્લેઈંગ ઈલેવનમાંથી બે સ્ટાર ખેલાડીઓને બહારનો રસ્તો બતાવ્યો છે. જ્યારે આ ખેલાડીઓ શાનદાર ફોર્મમાં ચાલી રહ્યા હતા. આવો જાણીએ આ ખેલાડીઓ વિશે.
આ ઓલરાઉન્ડરને પડતો મૂક્યો
કેપ્ટન રોહિત શર્માએ ત્રીજી વન-ડેની પ્લેઈંગ ઈલેવનમાંથી હાર્દિક પંડ્યાને બહારનો રસ્તો બતાવ્યો છે. ટીમમાં તેના સ્થાને સૂર્યકુમાર યાદવને તક મળી છે. હાર્દિક પંડ્યાએ પ્રથમ વન-ડેમાં 14 રન બનાવ્યા હતા અને 1 વિકેટ લીધી હતી. આ સાથે જ તેણે બીજી વન-ડેમાં 36 રન બનાવ્યા હતા. વર્લ્ડ કપની તૈયારીઓને જોતા કેપ્ટન રોહિતે અન્ય ખેલાડીઓને તક આપવાનો નિર્ણય કર્યો છે. જ્યારે હાર્દિક શાનદાર ફોર્મમાં ચાલી રહ્યો હતો. તે કિલર બોલિંગ અને ડેશિંગ બેટિંગમાં નિષ્ણાત ખેલાડી છે. તેણે ભારત માટે 68 વનડેમાં 1436 રન અને 64 વિકેટ ઝડપી છે.
આ બોલર આઉટ
ઉમરાન મલિકને બીજી વન-ડેની પ્લેઈંગ ઈલેવનમાં તક મળી નથી. જ્યારે તે સારી બોલિંગ કરી રહ્યો હતો. તેણે શ્રીલંકા સામેની બે મેચમાં 5 વિકેટ લીધી હતી અને તે પોતાના પ્રદર્શનથી બધાને પ્રભાવિત કરવામાં સફળ રહ્યો હતો. પરંતુ હવે તેમના સ્થાને વોશિંગ્ટન સુંદરને તક આપવામાં આવી છે. ઉમરાને ભારત માટે 7 વનડેમાં 12 વિકેટ લીધી છે.
ભારત અને શ્રીલંકાની ટીમો અત્યાર સુધી ODI ફોર્મેટમાં 163 વખત સામસામે આવી ચુકી છે. ભારતે 94 વનડે જીતી છે. આ સાથે જ શ્રીલંકાની ટીમે 57 મેચ જીતી છે. શ્રીલંકાની ટીમ આજ સુધી ભારતમાં વનડે શ્રેણી જીતી શકી નથી. વન-ડે ક્રિકેટમાં ભારત શ્રીલંકા પર ટોચનું સ્થાન ધરાવે છે.
ભારતની પ્લેઈંગ-11:
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ