અમદાવાદ: હાર્દિક પટેલના આમરણાંત ઉપવાસનો આજે 16મો દિવસ છે. હાલ તે એસજીવીપી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે અને તેની તબીયત સુધારા પર છે. હાર્દિક હોસ્પિટલમાં છે અને તો પાસે આંદોલનને મોટું કરવાનો ઈરાદો બનાવી લીધો હોય તેમ હાર્દિકના ગ્રીનવુડ રિસોર્ટમાં આવેલા છત્રપતિ નિવાસે મંડપ મોટો કરવાની કામગીરી કરી દીધી છે. તો ગ્રીનવુડ રિસોર્ટ બહાર પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો છે.
હાર્દિકે ડિસ્ચાર્જ થવા કહ્યું
હાર્દિક પટેલને કિડનીમાં તકલીફ હોવાનું જણાવી ડોક્ટર તેને વધુ સારવાર લેવું કહી રહ્યા છે. ત્યારે હાર્દિક ડિસ્ચાર્જ થવા માટે ડોક્ટરને કહ્યું હોવાનું બહાર આવ્યું છે. જો કે, ડોક્ટર રિપોર્ટ આવ્યા બાદ તેને ડિસ્ચાર્જ કરવો કે નહીં તે નક્કી કરશે.
હાર્દિક હોસ્પિટલમાં રહ્યોને મંડપ મોટો થઈ ગયો
પાસે તેની રણનીતિ અનુસાર જ હાર્દિક પટેલને હોસ્પિટલમાં મોકલ્યો હોય તેવી રીતે ઉપવાસી હાર્દિકની પહેલા સોલા સિવિલ અને બાદમાં એસજીવીપીમાં સારવાર કરવા ખસેડ્યો હોઈ શકે છે. તેની હોસ્પિટલમાં સારવાર ચાલતી રહી તે દરમિયાન ઉપવાસી છાવણી મોટી થઈ હોવાનું બહાર આવ્યું છે. જેમાં સ્ટેજ અને મંડપને મોટો કરાયો છે.
ખાણીપીણીની વ્યવસ્થા કરી દેવાઈ
હાર્દિક હોસ્પિટલમાં હતો તેનો ફાયદો ઉઠાવીને પાસની ટીમે ઉપવાસી છાવણીમાં આવતા સમર્થકોને નાસ્તા-પાણી કરાવવા માટેની વ્યવસ્થા કરી દીધી હતી. મોટી સંખ્યામાં ખાણીપાણીનો મોટો જથ્થો છાવણીમાં લાવી દેવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું છે.
સ્પ્રિંગની માફક હાર્દિકના સમર્થનમાં ઉછાળો
હાર્દિક પટેલ આમરણાંત ઉપવાસ છે ત્યારે તેના સમર્થનમાં શરૂઆતમાં ખૂબ ઓછા લોકોને અંદર પ્રવેશ અપાયો હતો. પરંતુ 11માં દિવસે સરકાર જાગતા અન્ય લોકોને મોટા પ્રમાણમાં જવા દેવામાં આવતા હતાં. તે દરમિયાન હાર્દિક હોસ્પિટલ જતાં તેને સમર્થન ઘટ્યું હોવાની અટકળો લાગી રહી હતી પરંતુ સ્પ્રિંગ ઉછળે તેવી સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં મોટી સંખ્યામાં પાટીદારો અને અન્ય સમાજનાલોકો તેના સમર્થનમાં બહાર નીકળતાં જોવા મળ્યા હતા
મનોજ પનારાએ સી.કે. પટેલની માંગી માફી, પાસ અને પાટીદાર આગેવાનો વચ્ચેના વિવાદનો અંત
પાસ કન્વીનર હાર્દિક પટેલ અત્યારે અમદાવાદના એસજી હાઇવે ઉપર આવેલી એસજીવીપી હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યો છે. તો બીજી તરફ પાસ અને વિશ્વ ઊમિયા ફાઉન્ડેશનના સી.કે પટેલ વચ્ચે વિવાદ સર્જાયો હતો. જોકે, આ વિવાદનો અંત આવ્યો છે. પાસના કન્વીનર મનોજ પનારાએ સી.કે. પટેલ સહિત પાટીદાર આગેવાનોની માફી માંગી હતી. જેના પગલે પાસ અને પાટીદાર આગેવાનો વચ્ચેના વિવાદનો અંત આવ્યો હતો. તો ખોડલધામના નરેશ પટેલે આવતી કાલે રવિવારે સરકાર સાથે બેઠક થવાની વાતને લઇને સ્પષ્ટતા કરી છે. નરેશ પટેલે સરકાર સાથે બેઠકની વાતને એક અફવા ગણાવી હતી.
ઉલ્લેખનીય છેકે, મનોજ પનારાએ તાજેતરમાં વિશ્વ ઊમિયા ફાઉન્ડેશનના સી.કે. પટેલને સરકારના દલાલ ગણાવતી ટિપ્પણી કરી હતી. જેના પગલે સી.કે. પટેલ સહિત આગેવાનોએ હાર્દિક પટેલના આંદોલનથી દૂર રહેવાનો નિર્ણય કર્યો હતો. આમ પાસ અને પાટીદાર અગ્રણીઓ વચ્ચે એક વિવાદ ઊભો થયો હતો. જોકે, પાસના મનોજ પનારાએ શનિવારે સાંજે સી.કે. પટેલ સહિતનાઆગેવાનોની માફી માગી હતી. જેના પગલે આ વિવાદનો અંત આવ્યો હતો.
મળતી માહિતી પ્રમાણે અમદાવાદના એસજી હાઇવે પાસે આવેલા ઉમિયા કેમ્પસમાં પાસ અને પાટીદાર સંસ્થાઓ વચ્ચે બેઠક ચાલી રહી છે. પાટીદારની છ સંસ્થાઓના આગેવાનો આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા છે. આ બેઠકમાં મનોજ પનારા સહિત પાસાના કન્વીનરો અને વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના ટ્રસ્ટી સી.કે. પટેલ સહિત છ સંસ્થાઓના આગેવાનો ઉપસ્થિત રહ્યા છે. હાર્દિક પટેલની માંગણીઓને લઇને શું કરવું એ અંગે બેઠકમાં ચર્ચા થઇ હતી.
મનોજે દિલગીરી વ્યક્ત કરતા અમારા વચ્ચે કંઇ રહેતું નથીઃ સી.કે. પટેલ
પાસ અને પાટીદાર અગ્રણી સંસ્થાઓ વચ્ચેની બેઠખ બાદ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના ટ્રસ્ટી સી.કે. પટેલે જણાવ્યું હતું કે, “આજે મનોજ પનારા અને પાસની ટીમ અને ચાર પાટીદાર અગ્રણી સસ્થાોના સભ્યો સાથે બેઠક થઇ હતી. અને મનોજ પનારાએ એક પુત્રના જેમ વાત કરી હતી અને તેણે ભૂતકાળની ટિપ્પણી અંગે દિલગીરી વ્યક્ત કરી હતી. જે આ અંગે વહે કંઇ રહેતું નથી. અને રહી સરકાર સાથેની વાત તો અમે છ સંસ્થાઓના સભ્યો સરકારને મળ્યા હતા. અને તમામ માંગણીઓની વાત કરી હતી. હવે સરકાર અમને જવાબ આપશે અને અમને બોલાવશે ત્યારે અમે જઇશું. જોકે, તેમના તરફથી કોઇ જવાબ નહીં આવે તો ફરીથી અમે સંસ્થાઓ મળીશું અને સરકારને ફરી અપીલ કરશું. હાર્દિકની માંગણીઓ ઉપરાંતની વિશેષ 10 માગણીઓ અમે સરકાર સમક્ષ મુક્યું છે”
પાસ અને પાટીદાર અગ્રણીઓ વચ્ચેના મતભેદો વચ્ચે વાત થઇઃ મનોજ પનારા
મનોજ પનારાએ જણાવ્યું હતું કે, “પાસ અને પાટીદાર વડિલો વચ્ચે બેઠક થઇ હતી. જેમાં આંદોલનકારી અને પાટીદાર અગ્રણીઓ વચ્ચેની મતભેદની જે ખાઇ હતી. તેને સંપૂર્ણ પણે પૂરવા માટે બેઠક થઇ હતી. આ ઉપરાંત પાટીદાર અગ્રણી અને પાસ વચ્ચે સંકલનના અભાવે અનેક પ્રશ્નો ઊભા થાય હતા. એ પ્રશ્નોની આજે વસ્તૃત પૂર્વક ચર્ચા વિચારણા કરી. અને ભવિષ્યમાં સમાજના અગ્રણીઓ અને આંદોલન કારીઓ સાથે મળીને કામ કરે એ માટે અમારા વાત થઇ છે. મારા અને સી.કે. પટેલ વચ્ચે થોડા દિવસથી ચાલતા મતભેદો અંગે પણ વાત થઇ હતી. ”
બીજી તરફ ખોડલધામના નરેશ પટેલ અને સરકાર વચ્ચે મિટિંગ થવાના સમચાાર વહેતા થયા હતા. જેના પગલે નરેશ પટેલે સ્પષ્ટતા કરી હતી. નરેશ પટેલે જણાવ્યું હતું કે, “મારી સરકાર સાથે આવતીકાલે કોઇ બેઠક નથી. સરકાર સાથે બેઠક છે એવી અફવા છે. મારી સરકાર સાથે બેઠક હશે તો હું મીડિયા ને જાણ કરીશ.”
હાર્દિકના ઉપવાસનો સૌથી જોખમી ત્રીજો તબક્કો
જો શરીરનો તમામ ફેટ સ્ટોરેજ વપરાઈ જાય ત્યાં સુધી ઉપવાસ આંદોલન સમેટાઈ ન જાય, તો ત્રીજો અને આખરી તબક્કો સ્ટાર્ટ થાય છે. આ સ્ટેજમાં શરીરના પ્રોટીનનું ધોવાણ શરૂ થાય છે. મગજને જીવતું રાખવા માટે શરીરના કોષો પોતાની અંદર રહેલા પ્રોટીનને એમિનો એસિડ્સમાં કન્વર્ટ કરવા માંડે છે. શરીરના કોષો નોર્મલી કામ કરતા રહે એ માટે પ્રોટીન અત્યંત જરૂરી છે. પરંતુ આ તબક્કે શરીર પોતાનું જ પ્રોટીન ખાવા માંડે છે અને સ્નાયુઓ પણ ક્ષીણ પડવા માંડે છે. આ સ્ટેજને કેટાબોલિસિસ કહે છે.
હજી આ તબક્કે પણ આપણું શરીર ખોરાકની આશામાં શરીરના ઓછા મહત્ત્વના કોષોને જ તોડવાનું વલણ અપનાવે છે.
આખરે ગ્લુકોઝ, ફેટી એસિડ, પ્રોટીન અને મસલ માસ આ બધાનો જથ્થો ખૂટી પડે ત્યારે શરીરનો અંત નજીક આવવા માંડે છે. હૃદયને ટકી રહેવા માટે શરીરમાં પોષક તત્ત્વો બચતાં જ નથી. એટલે મોટે ભાગે વ્યક્તિનું કાર્ડિયાક અરેસ્ટથી મૃત્યુ થાય છે.
કેટલાંક વીરલાં આવા પણ થઈ ગયા છે…
મહાત્મા ગાંધી પોતાના જીવનમાં સત્તર વખત ઉપવાસ પર ઉતર્યા હતા. તેમાં એમણે ત્રણ વખત 21-21 દિવસના ઉપવાસને અંતે પારણાં કર્યાં હતાં. સ્વતંત્રતા સેનાની જતીન દાસે 1929માં અંગ્રેજો વિરુદ્ધ 63 દિવસના ઉપવાસને અંતે દેહત્યાગ કર્યો હતો. જ્યારે મણિપુરનાં ‘આયર્ન લેડી’ એક્ટિવિસ્ટ ઈરોમ શર્મિલાએ લગાતાર 16 વર્ષ સુધી મોંએથી ખોરાક અને પાણીનો ત્યાગ કર્યો હતો. એમને નળી વાટે ફોર્સફુલ્લી પ્રવાહીકૃત ખોરાક આપવામાં આવતો હતો