IndiaNews

ભારત અને ચીન વચ્ચે સરહદના મુદ્દા પર ભારતે ચીનને આપ્યો જડબાતોડ જવાબ : એયરચીફ આર એસ ભદોરિયા

છેલ્લા ઘણા સમયથી ભારત અને ચીન વચ્ચે સરહદ પર તણાવ ચાલી રહ્યો છે. વિસ્તારવાદી ચીનને કારણે ભારતે 15 જૂનના રોજ સેનાના 20 જવાનો ગુમાવ્યા છે. ત્યારે એયરચીફ આર એસ ભદોરિયાએ હવે કહ્યું કે ભારતીય વાયુસેના ચીનને જવાબ આપવા માટે પૂરી રીતે તૈયાર છે. અને જો ચીન દ્વારા હવે ફરી વખત ઉશ્કેરણી કરવામાં આવશે તો વાયુસેના તેને યોગ્ય જવાબ આપી શકે છે. તેવું પણ એરચીફ ભદોરીયાએ જણાવ્યું છે.

લડાકુ વિમાનો ભારત તરફથી તૈયાર

એરચીફના કહેવા મુજબ ભારતીય વાયુ સેના દ્વારા તમામ લડાકુ વિમાનોને તૈનાત કરી દેવામાં આવ્યા છે. સાથેજ તેમણે એવું પણ કહ્યું કે માત્ર લદ્દાજ નહી પરંતુ તમામ સરહદો પર ભારતીય વાયુસેના ચીનનો સામનો કરવા માટે પુરી રીતે સક્ષમ છે.

દરેક ક્ષણે વાયુસેના સચેત

સરહદ પર વધતા જતા તણાવને લઈને વાયુસેના દરેક ક્ષણે હવે સચેત થઈ ગઈ છે. કારણકે ચીનની ખાસીયત છે. કે તે હંમેશા વિસ્તારવાદી નીતી અપનાવીને હુમલો કરતો હોય છે. જેના કારણે વાયુસેના દરેક ક્ષણે નજર નાખીને બેઠી છે. અને દેશની સુરક્ષા પર પુરતુ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.

મે મહિનામાં ચીને તણાવ શરૂ કર્યો

એક તરફ ભારત કોરોના મહામારી સામે લડી રહ્યો હતો. અને તેજ સમયે ચીને સરહદ પર તણાવ શરૂ કર્યો હતો. અને જૂનમાં ભારતના 20 સૈનિકો શહિદ થયા હતા. જોકે ગલવાન ઘાટીમાં થયેલી હિંસામાં ચીનના 40 સૈનિકો માર્યા ગયા હતા. પરંતુ ચીન દ્વારા હજુ પણ તેની કોઈ પુષ્ટી કરવામાં નથી આવી

1962માં ભારત ચીન સામે હાર્યુ હતું

ભારત અને ચીન વચ્ચે 1992માં યુદ્ધ થયું હતું .અને તે સમયે ભારતની હાર થઈ હતી. જે વાતનો ડર આપીને ચીને સરહદ પર તણાવ શરૂ કર્યો. પરંતુ 1992ના ભારતમાં અને આજના ભારતમાં ઘણો ફેર છે તે વાત ચીન ભૂલી ગયું હતું. અને ચીનની સેનાની કરતૂતો બાદ ભારત તરફથી ચીનને કડક ભાષામાં જવાબ મળી રહ્યો છે. જેના કારણે ચીન ડઘાઈ ગયું છે. અને સરહદ પર સેના વઘારી રહ્યું છે. પરતું બીજી તરફ ભારતીય સેના પણ મોટા પ્રમાણમાં સરહદ પર તૈનાત છે. અને દેશની રક્ષા કરી રહી છે

નોર્થ ઈસ્ટમાં ભારતીય સેના તૈનાત

ભારતીય સેનાનો કાફલો નોર્થ ઈસ્ટ પણ મોટા પ્રમાણમાં તૈનાત કરી દેવામાં આવ્યો છે. કારણકે દગાખોરી કરીને ચીન હંમેશા ભારતની ભૂમી પર કબ્જો મેળવવા ઈચ્છે છે. જેના કારણે વાયુસેના નોર્થ ઈસ્ટ પણ દરેક ક્ષણે સચેત છે. અને ત્યા પણ લડાકૂ વિમાનો તૈયાર કરી દેવામાં આવ્યા છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker