Cricket

ભારત-ન્યૂઝીલેન્ડની વચ્ચે રમાશે ફાઇનલ, અને કોણ બનશે વિનર : વિરાટ કોહલીના જીગરી દોસ્ત ડિવિલિયર્સે કરી ભવિષ્યવાણી

દક્ષિણ આફ્રિકાના દિગ્ગજ ખેલાડી એબી ડી વિલિયર્સે T20 વર્લ્ડ કપ 2022ની સેમિફાઇનલ પહેલા મોટી ભવિષ્યવાણી કરી છે. એબી ડીવિલિયર્સનું માનવું છે કે ટી20 વર્લ્ડ કપ 2022ની ફાઈનલ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાશે અને ભારત બીજી વખત ચેમ્પિયન બનશે. ભારતીય ટીમે ચાર મેચ જીતીને T20 વર્લ્ડ કપ સુપર-12ની સેમીફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે, જ્યાં તેનો મુકાબલો ગુરુવારે ઈંગ્લેન્ડ સામે થશે.

દક્ષિણ આફ્રિકાના ભૂતપૂર્વ ક્રિકેટર એબી ડી વિલિયર્સે કહ્યું કે મને લાગે છે કે ભારત ફાઈનલમાં ન્યૂઝીલેન્ડ સામે રમશે અને ભારત વર્લ્ડ કપ જીતશે. સૂર્યકુમાર યાદવ અને વિરાટ કોહલી શાનદાર ફોર્મમાં છે. સમગ્ર ભારતીય ટીમ અત્યંત પ્રતિભાશાળી છે.

ગુરુવારે રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમ ચાલુ ટુર્નામેન્ટમાં ઇંગ્લેન્ડની સફરને સમાપ્ત કરવા પર ધ્યાન આપશે. જો કે એબી ડી વિલિયર્સનું માનવું છે કે ટી-20 વર્લ્ડ કપ 2022ની ફાઈનલ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાશે, પરંતુ ઈતિહાસ પર નજર કરીએ તો કિવી ટીમ સામે ભારતનો રેકોર્ડ ખિતાબી મેચોમાં ઘણો જ ખરાબ રહ્યો છે.

ગત T20 વર્લ્ડ કપમાં કિવી ટીમ સામે હાર્યા બાદ જ ટીમને લગભગ ટૂર્નામેન્ટમાંથી બહાર થવું પડ્યું હતું. ન્યૂઝીલેન્ડે ICC ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં ભારતને હરાવ્યું હતું અને ત્યારબાદ 2019 ODI વર્લ્ડ કપમાં પણ ન્યૂઝીલેન્ડે સેમિફાઇનલમાં ભારતને હરાવ્યું હતું.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker