આ છે ભારતની 7 સૌથી સસ્તી કાર, ડિઝાઇન અને જોરદાર ફીચર્સ વાંચી ને થઈ જશે ખરીદવાનું મન

અમે તમને આજે ભારતમાં વેચાતી સૌથી સસ્તી કાર વિશે જણાવવા જઈ રહ્યા છીએ. આ કારોની કિંમત રૂ.3.78 લાખથી શરૂ થાય છે. એફોર્ડેબલ હોવાની સાથે સાથે સારી માઈલેજ પણ આપે છે. આ કારોની યાદીમાં મારુતિ સુઝુકી સહિત અનેક મોટી કંપનીઓના વાહનોનો સમાવેશ થાય છે. ચાલો તમને તેમના વિશે માહિતી આપીએ.

1.મારુતિ વેગનઆર– મારુતિની વેગનઆર કારને ફેમિલી કાર તરીકે ઓળખવામાં આવે છે. તે ભારતમાં સૌથી વધુ વેચાતી કાર છે. વેગનઆર મારુતિના અપડેટેડ K10B 3-સિલિન્ડર એન્જિન દ્વારા સંચાલિત છે, જે માઇલેજ અને પ્રદર્શન બંનેમાં સુધારો કરે છે. વેગનઆર ની કિંમત રૂ. 4.93 થી શરૂ થાય છે.

2.મારુતિ સેલેરિયો- મિડ-હેચબેક સેગમેન્ટમાં મારુતિ સેલેરિયો સારો વિકલ્પ છે. નેક્સ્ટ-જનન K10 1.0-લિટર 3-સિલિન્ડર એન્જિનનો ઉપયોગ સેલેરિયો માં થાય છે. અને તે મેન્યુઅલ અને AMT ગિયરબોક્સ બંને વિકલ્પો સાથે ઉપલબ્ધ છે. મેન્યુઅલ વેરિઅન્ટની કિંમત અનુક્રમે રૂ. 4.99 લાખ, રૂ. 5.63 લાખ, રૂ. 5.94 લાખ અને રૂ. 6.44 લાખ છે.

3.ડેટ્સન ગો- આ કારમાં 1.2 લિટર 3 સિલિન્ડર પેટ્રોલ એન્જિન છે. આ એન્જિન 5 સ્પીડ મેન્યુઅલ અને CVT ટ્રાન્સમિશન સાથે આવે છે. તેની કિંમત રૂ. 4.02 લાખથી રૂ. 6.51 લાખ (એક્સ-શોરૂમ, દિલ્હી) વચ્ચે છે.

4.રેનોલ્ટ ક્વીડ – રેનોલ્ટ ક્વીડ 0.8L 3 સિલિન્ડર પેટ્રોલ અને 1.0L 3 સિલિન્ડર પેટ્રોલ એન્જિન વિકલ્પોમાં આવે છે. 2021 રેનોલ્ટ ક્વીડ ના એન્ટ્રી લેવલ 2021 રેનોલ્ટ ક્વીડ RXE 0.8L વેરિઅન્ટની કિંમત રૂ 4.06 લાખ છે. અને ટોપ રેન્જ વેરિઅન્ટની કિંમત રૂ 5.51 લાખ છે.

5.મારુતિ અલ્ટો 800 – આ 5 સીટર હેચબેક 796 cc એન્જિન દ્વારા સંચાલિત છે જે 47.33 Bhp સુધીનો પાવર જનરેટ કરી શકે છે. તેને મેન્યુઅલ ટ્રાન્સમિશન વિકલ્પમાં રજૂ કરવામાં આવ્યું છે. અને તેનું નેક્સ્ટ જનરેશન મોડલ પણ ટૂંક સમયમાં લોન્ચ થવા જઈ રહ્યું છે. મારુતિ અલ્ટો 800LXI S-CNG ની કિંમત 4.76 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) છે.

6.ડેટ્સન રેડી ગો – ડેટ્સન રેડી ગો હેચબેક કંપનીની એન્ટ્રી લેવલની કાર છે. તે બે પેટ્રોલ એન્જિન મેળવે છે. 0.8-લિટર (54PS/72Nm) અને 1.0-લિટર (69PS/91Nm). તેની કિંમત રૂ. 3.83 લાખથી રૂ. 4.95 લાખ (એક્સ-શોરૂમ, દિલ્હી) વચ્ચે છે. ડેટ્સન રેડી ગો માઇલેજ 20.71 kmpl થી 22 kmpl ની વચ્ચે છે.

7.મારુતિ એસ-પ્રેસો – મારુતિ સુઝુકી એસ-પ્રેસો 14 વેરિઅન્ટ અને 6 રંગોમાં ઉપલબ્ધ છે. મારુતિ સુઝુકી એસ-પ્રેસોને માત્ર એક એન્જિન વિકલ્પ સાથે ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે. આ 998 cc 3 સિલિન્ડર એન્જિન છે જે 68 bhp પાવર અને 90 Nm ટોર્ક બનાવે છે. તેની કિંમત રૂ. 3,78,000 (એક્સ-શોરૂમ) થી શરૂ થાય છે.

અહી જણાવેલ આકડાઓ ફક્ત માહિતી માટે છે. ઓરિજનલ કિમત વિસ્તાર પ્રમાણે અલગ અલગ હોય શકે છે.

Scroll to Top