કોરોના..કોરોના..કોરોના, જ્યા જોઈએ ત્યા એકજ શબ્દ લોકો સાંભળી રહ્યા છે જેના કારણે લોકો હવે માનસીક રીતે હેરાન થઈગયા છે. ભારતમાંતો હાલ કોરોનાને કારણે ખૂબજ ખરાબ પરિસ્થિતી સર્જાઈ છે જેના કારણે વેક્સિનેશન હવે વધારે જરૂર છે આજ કારણોસર બાયોટેક્નોલોજી ડિપાર્ટમેન્ટ દ્વારા એવું કહેવામાં આવ્યું છે તે સપ્ટેમ્બરમાં હવે કોવોક્સિન વેક્સિનનું ઉત્પાદન વધારવામાં આવશે.
10 કરોડ ડોઝ
વેક્સિનનું પ્રોડ્કશન વધ્યા બાદ દર મહિને 10 કરોડ ડોઝ ભારતમાં મળશે એટલેકે સપ્ટેમ્બર મહિનાથી 10 કરોડ જેટલા લોકોને મહિને વેક્સિન આફવામાં આવશે આ મહત્વનો નિર્ણય આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ લેવામાં આવ્યો છે. થોડાક દિવસો પહેલા કોવિડ સુરક્ષાને લઈને એક પ્રોગ્રામ થયો હતો જેમા રસીનું ઉત્પાદન વધારે કેવી રીતે થઈ શકે તે મામલે ચર્ચા કરવામાં આવી હતી.
65 કરોડ રૂપિયા
ઉત્પાદન વધારા માટે ભારત બાયોટેક દ્વારા વેક્સિનનું ઉત્પાદન વધારવાની તૈયારી બતાવામાં આવી હતી. સાથેજ સરકાર દ્વારા ઉત્પાદકોને આર્થિક રીતે ટેકો આપવા માટેની તૈયારીઔ પણ દર્શાવમાં આવી હતી. જેને અમુલક્ષીને સરકાર દ્વારા ભારય બાયોટેકને 65 કરોડ રૂપિયા આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેથી હવે અગામી સમયમાં તેઓ વેક્સિનના ડોઝ વધારશે.
બમણો ડોઝ
હાલ દેશમાં જેટલું વેક્સિનેશન થઈ રહ્યું છે તેનાથી બમણું વેક્સિનેશન આગામી બે મહિનામાં કરવામાં આવશે. એપ્રિલ મહિનામાં હાલ વેક્સિનના એક કરોડ ડોઝ બની રહ્યા છે જે ઓગ્સટ અને જુલાઈ મહિના સુધી વધીને 6 થી 7 કરોડ સુધી કરવામાં આવશે.
વેક્સિનેશન પર ભાર
ભારતમાં હાલ કોરોના એટલી હદે વકર્યો છે કે જેટલો પહેલા ક્યારેય નથી વકર્યો જ્યારે લોકડાઉન થયું હતું ત્યારે પણ આટલા કેસ જોવા નહોતા મળ્યા જેટલા હવે જોવા મળી રહ્યા છે. સંક્રમણ દિવસેને દિવસે વધી રહ્યું છે તેની સામે માત્ર વેક્સિનેશન એકમાત્ર ઈલાજ છે જેથી સરકાર દ્વારા પણ હવે વેક્સિનેશન પર ભાર મુકવામાં આવી રહ્યો છે.
ઉત્પાદનમાં વધારો
ઉલ્લેખનીય છે કે આજથી એક વર્ષ પહેલા કોરોના સામે લડવા માટે આપણી પાસે કોઈ પણ પ્રકારનો ઈલાજ ન હતો પરંતુ હાલમાં ભારત પાસે વેક્સિન છે જેથી સંક્રમણને આપણે અટકાવી શકીએ છીએ પરંતુ પુરતા પ્રમાણમાં વેક્સિન ન હોવાને કારણે અત્યારે વેક્સિન લોકો સુધી પહોચી નથી રહી જેના કારણે સરકાર દ્વારા વેક્સિનેશનના ઉત્પાદન પર ભાર મુકવામાં આવ્યો છે.