UNમાં ભારતે કહ્યું કે, પોતાના લોકો કરતાં વધારે દુનિયાને કોરોના વેક્સિન આપી, જુઓ વીડિયો

ભારત કોરોનાની બીજી લહેરે હાહાકાર મચાવી દીધો છે. જ્યારે આ મહામારીના કારણે અનેક લોકો ભોગ બની રહ્યાં છે. લોકો સુવિધાના અભાવના કારણે જીવ ગુમાવી રહ્યા છે. કોરોનાથી બચવા માટે દેશભરમાં રસીકરણ અભિયાન જોરશોરથી ચલાવવામાં આવી રહ્યુ છે. જયારે આ દરમિયાન કોરોનાની રસીની અછત પણ સર્જાયેલી છે. એવામાં વિપક્ષ દ્વારા કોરોના રસીકરણને લઈને ભારત સરકાર પર પ્રશ્ન ઉભા થયેલા છે. અનેક રાજ્યોએ વેક્સિનની અછતને લઈને સરકારને જાણકારી પણ આપી છે.

આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં ભારતીય અધિકારી કોરોના વેક્સિનને લઈને સંયુક્ત રાષ્ટ્રમાં વેક્સિન અંગે મોટું નિવેદન આપ્યું છે.

વાયરલ વીડિયોમાં સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના ઉપ સ્થાયી પ્રતિનિધિ અને રાજદૂત કે. નાગરાજ નાયડૂ, સંયુક્ત રાષ્ટ્રની સામાન્ય સભાને સંબોધિત કરતા જોવા મળ્યા છે. તેની સાથે નાગરાજ નાયડૂએ જણાવ્યું છે કે, અત્યાર સુધીના આંકડાઓ મુજબ, અમે અમારા દેશના લોકો માટે જેટલું રસીકરણ કર્યું છે, તેનાથી વધારે વેક્સિનની સપ્લાઈ વેશ્વિક સ્તર પર કરાઇ છે.

એજન્સીઓના રિપોર્ટ મુજબ, નાગરાજ નાયડૂએ 26 એપ્રિલ 2021માં સંયુક્ત રાષ્ટ્રની સામાન્ય સભાને સંબોધિત કરી હતી. તેની સાથે ભારતે તે પણ ચેતવણી આપી હતી છે કે, વેક્સિન વિતરણની અસમાનતા આ મહામારીને સમાપ્ત કરવાની સામૂહિક વૈશ્વિક સંકલ્પનાને હરાવી નાખશે. જેનાથી સૌથી ગરીબ દેશ તેનાથી સૌથી વધારે પ્રભાવિત થશે.

નાગરાજ નાયડૂએ બેઠકમાં જણાવ્યું હતુ કે, જ્યારે વેક્સિનનો પડકારનો ઉકેલ આવ્યો છે તો હવે આપણે COVID-19 રસીની ઉપલબ્ધતા, પહોંચ, સામર્થ્ય અને વિતરણ સુનિશ્ચિત કરવાની જરૂરીયાત છે. વૈશ્વિક સહયોગની અછત અને રસીની પહોંચમાં અસમાનતા સૌથી ગરીબ દેશોને પ્રભાવિત કરવામાં આવશે.

જયારે નાગરાજ નાયડૂએ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને કહ્યું છે કે, ભારત COVID-19 વિરૂદ્ધ વૈશ્વિક લડાઈમાં સૌથી આગળ જ રહ્યું છે. ભારતમાં આગામી છ મહિનાઓમાં ફ્રન્ટલાઈન કાર્યકર્તાઓનું રસીકરણ કરવાની સાથે 70થી વધારે દેશોને રસીની આપૂર્તિ પણ કરાઈ છે.

Scroll to Top