પુલવામા હુમલા બાદ ભારત-પાકિસ્તાન વચ્ચે વર્લ્ડ કપમાં થનારી મેચને લઇને સંશય યથાવત છે. તેવામાં BCCI નાં સૂત્રોની માનીયે તો આ અંગે કેટલાંક સમય બાદ સ્થિતિ સ્પષ્ટ થશે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) નું તેનાંથી કોઇ જ લેવા દેવા નથી. જો ભારતીય સરકારને લાગે કે અમારે પાકિસ્તાન સામેની મેચ ન રમવી જોઇએ તો અમે નહીં જ રમીયે.
ઇંગ્લેન્ડ અને વેલ્સમાં 30 મેથઈ 14 જુલાઇ સુધી વર્લ્ડ કપની મેચ રમવામાં આવશે. સૂત્રોની માનીયે તો, જો પાકિસ્તાન સાથે મેચ નહીં થાય તો તેને અંક મળી જશે. અને જો ફાઇનલમાં ભારત-પાકિસ્તાન સામ સામે આવ્યા અને ટીમ ઇન્ડિયા મેચ નહીં રમે તો પાકિસ્તાનની ટીમ વગર રમે જ ચેમ્પિયન બની જશે. ભારત-પાકિસ્તાનની ટીમે છેલ્લી વખત ICC ટૂર્નામેન્ટમાં ચેમ્પિયન્સ ટ્રોફી દરમિયાન આમને-સામને આવી હતી. ત્યારે ફાઇનલ જીતીને પાકિસ્તાનની ટીમ ચેમ્પિયન બની હતી.
મેચ ન રમવા અંગે કોઇ સૂચના મળી નથી: ICC બીજી તરફ, ICC નાં મુખઅય કાર્યકારી અધિકારી (CEO) ડેવ રિચર્ડસને આ મામલે ESPN ક્રિકઇન્ફો સાથે વાત કરી હતી તેમાં તેમણે કહ્યું કે, ‘અમને હજુ સુધી ન રમવા અંગે કોઇ જ સૂચના મળી નથી. સાથે જ અમે પણ બંને બોર્ડને આ મામલે કંઇ જ પુછ્યુ નથી.’
BCCI Sources on if India will play against Pakistan in World Cup: But the result of that would be that Pakistan will get the points of the match & if it is final (b/w India & Pakistan), they will win the World Cup without even playing. We haven’t yet approached ICC in this regard https://t.co/cWsaAgw7R2
— ANI (@ANI) February 20, 2019
રિચર્ડસન- રિચર્ડસને કહ્યું કે, અમારી સંવેદના આ ઘટનાથઈ પ્રભાવિત થયેલાં લોકોની સાથે છે. અમે BCCI અને PCB સહિત અમારા અન્ય સભઅયોની સાથે સ્થિતિ પર નજર રાખી રહ્યાં છીએ. હાલમાં વર્લ્ડ કપનાં નક્કી કાર્યક્રમ અનુસાર ભારત-પાકિસ્તાન વચ્ચેની મેચ ન રમવાનાં કોઇ જ સંકેત નથી.