ગલવાન ઘાટીમાં ભારત-ચીન વચ્ચે અથડામણના સમાચારને ભારતીય સેનાએ ગણાવ્યા ખોટા, બહાર પાડ્યું નિવેદન

ભારતીય સેના (Indian Army) એ એવા અહેવાલોને નકારી દીધા છે કે જેમાં દાવો કરવામાં આવી રહ્યો હતો કે ગલવાન ઘાટીમાં (Galwan Valley) ભારત અને ચીન સૈનિકો વચ્ચે ફરી એકવાર અથડામણ (India-China Face-off) થઈ છે. આ સંદર્ભે ભારતીય સેનાએ એક નિવેદન બહાર પાડ્યું છે અને આ અંગેની પરિસ્થિતિ અંગે સ્પષ્ટતા કરી છે.

ભારતીય અને ચીની સૈનિકોની અથડામણ અંગે આર્મીનું નિવેદન

ભારતીય સેના (Indian Army) એ કહ્યું, ‘એક મીડિયા રિપોર્ટમાં ગલવાન ઘાટી (Galwan Valley) માં ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે આમનો-સામનો (અથડામણ) થયો હોવાની વાત સામે આવી છે. આ સ્પષ્ટતા કરવામાં આવ્યું છે કે મે 2021 ના પહેલા અઠવાડિયામાં પૂર્વી લદ્દાખની ગલવાન ઘાટીમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે આવી કોઈ અથડામણ થઇ નથી.

‘સમાધાનને લઈને ચાલતી પ્રક્રિયાને પાટા પરથી ઉતારવાના પ્રયાસો’

ભારતીય સેનાએ તેમના નિવેદનમાં વધુમાં જણાવ્યું કે, ‘આ રિપોર્ટ એવા સ્રોતોથી પ્રેરિત નજર આવે છે, જે પૂર્વી લદ્દાખ (Eastern Ladakh) માં પ્રશ્નોના વહેલું સમાધાનને લઈને ચાલતી પ્રક્રિયાને પાટા પરથી ઉતારવાનો પ્રયાસ કરી શકે છે.’ આ સાથે સેનાએ એમ પણ કહ્યું છે કે મીડિયાએ ત્યાં સુધી કોઈ રિપોર્ટ પ્રકાશિત ન કરવો જોઇએ જ્યાં સુધી તે સેનાના અધિકારી અથવા કોઈ અધિકારી સ્રોત દ્વારા જાહેર ન થયું હોય.

મુદ્દાઓના સમાધાન માટે ચાલી રહેલ પ્રક્રિયા: ભારતીય સૈન્ય

ભારતીય સૈન્ય (Indian Army) એ કહ્યું, ’23 મે 2021 ના રોજ ધ હિંદુમાં પ્રકાશિત ‘ગલવાન ઘાટીમાં ચીની સૈનિકો સાથે’ થોડી અથડામણની હેડલાઈન પર હમે ધ્યાન આપ્યું છે. આ સ્પષ્ટતા કરવામાં આવી છે કે મે 2021 ના પહેલા અઠવાડિયામાં પૂર્વી લદ્દાખમાં ગલવાન ઘાટીમાં ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે આવી કોઈ અથડામણ થઈ નથી. પૂર્વ લદ્દાખમાં પ્રશ્નોના વહેલા સમાધાન માટેની પ્રક્રિયા ચાલી રહી છે.

Scroll to Top