ઇન્ડિયન આર્મી એ ભારે હિમવર્ષા માં ગર્ભવતી મહિલા નો જીવ બચાવ્યો અને મહિલા એ આપ્યો જુડવા બાળકો ને જન્મ વાંચો

આપણી આર્મી દુનિયા ની શ્રેષ્ઠ આર્મી એમ જ નથી કહેવાતી તેના પાછળ તેમને ખૂબ મહેનત કરી છે.

તમને પણ જાણી ને ગર્વ થશે તેવો એક તાજેતર નો કિસ્સો તમને જણાવી રહ્યા છે. પતિએ આર્મી કેમ્પમાં ફોન કરીને કહ્યું- ‘મારી ગર્ભવતી પત્ની બરફમાં ફસાયેલી છે, તેને કાઢવામાં મારી મદદ કરો’, ત્યારબાદ એક્શનમાં આવી ગઈ આર્મી મહિલા ને સુરક્ષિત પહોંચાડી સૈન્ય અધિકારી પ્રમાણે, શુક્રવારે બાંદીપોરાના પનર આર્મી કેમ્પના કંપની કમાન્ડરને નજીકના એક ગામથી ફોન આવ્યો હતો. ફોન પર એક વ્યક્તિએ કહ્યું કે, તેની પત્ની ગુલશાના બેગમ ગર્ભવતી છે અને તેને હોસ્પિટલ પહોંચાડવા માટે મદદ જોઈએ.’

તેમણે જણાવ્યું કે, ‘હવામાન બહુ ખરાબ હતું. ભારે હિમવર્ષ પણ થઈ રહી હતી. સાથે જ તાપમાન પણ માઈનસ 7 ડિગ્રી સુધી પહોંચી ગયું હતું. રોડ પર બરફની જાડી ચાદર પથરાઈ ગઈ હોવાના કારણે અવરજવર સંપૂર્ણ રીતે બંધ હતી. એવામાં એ ગર્ભવતી મહિલાને મદદની સખત જરૂર હતી.’

અધિકારીઓએ જણાવ્યું કે, બાંદીપોરા રાષ્ટ્રીય રાયફલ્સના જવાન હિમ્મત બતાવતા ભારે હિમવર્ષની વચ્ચે ગર્ભવતી મહિલાના ઘર સુધી પહોંચી ગયી. અહીંથી સૈન્યના જવાન એ મહિલાને સ્ટ્રેચર પર લગભગ અઢી કિમી બરફથી ઢંકાયેલા રસ્તા પર ચાલતા ગયા. અહીંયાથી પીડિતાને આર્મી એમ્બ્યુલન્સ દ્વારા જિલ્લા હોસ્પિટલ પહોંચાડી.

જિલ્લા હોસ્પિટલમાં તપાસ બાદ જણાવાયું કે, મહિલા જુડવા બાળકો સાથે ગર્ભવતી છે અને તેને સિઝેરિયનની જરૂર હતી. તેના માટે તેને શ્રીનગર હોસ્પિટલ રેફર કરાઈ. અહીંયા તેણે સુરક્ષિત જુડવા બાળકોને જન્મ આપ્યો છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top