ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ નવી કાર ખરીદી છે. તમને જણાવી દઈએ કે શમીએ આવી કોઈ કાર નહીં પરંતુ લક્ઝરી અને સ્પોર્ટ્સ કાર ખરીદી છે. શમીએ લાલ કલરમાં જગુઆર એફ-ટાઈપ ખરીદી છે. તમને જણાવી દઈએ કે શમીની આ કાર ખરીદતી તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી શેર થઈ રહી છે. આ સાથે શમીનો એક ફોટો પણ શેર કરવામાં આવી રહ્યો છે જેમાં તે કારની ચાવી લેતો જોવા મળી રહ્યો છે. તમને જણાવી દઈએ કે શમીએ જેગુઆરની F-ટાઈપ કાર ખરીદી છે તેની કિંમત 98.13 લાખ રૂપિયા છે.
મોહમ્મદ શમીએ જે કાર ખરીદી છે તે 2.0 લીટર ટર્બો ચાર્જર પેટ્રોલ એન્જિન સાથેની સ્પોર્ટ્સ કાર છે. આ કાર 8 ઓટોમેટિક સ્પીડ ગિયરબોક્સ સાથે આવે છે જે 295 બીએચપી પાવર અને 400મીમી ટોર્ચ જનરેટ કરે છે. કારની ટોપ સ્પીડ 250 કિલો મીટર પ્રતિ કલાક છે અને માત્ર 5 સેકન્ડમાં કાર 100 કિલો મીટર પ્રતિ કલાકની સ્પીડ સુધી પહોંચી જાય છે.
કારની ડિલિવરી આપતી વખતે એક ડીલરે ડિલિવરીના સમયનો ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. આ ફોટોમાં શમી કારની ડિલિવરી લેતો જોવા મળી રહ્યો છે. આ સિવાય મોહમ્મદ શમીએ ડીલરને એક ઓટોગ્રાફ કરેલ બોલ ભેટમાં આપ્યો છે. તમને જણાવી દઈએ કે મોહમ્મદ શમીને વેસ્ટ ઈન્ડિઝ સામેની ત્રણ મેચની વનડે સીરીઝ માટે આરામ આપવામાં આવ્યો છે. આ પહેલા તેણે ઈંગ્લેન્ડ સામેની વનડે શ્રેણીમાં ટીમ ઈન્ડિયાની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.