વિદેશથી આવતા મુસાફરોએ દેશમાં કોરોનાનું સંકટ ઉભું કરતા કેન્દ્ર સરકારે બહાર પાડી નવી ગાઇડલાઇન

દેશમાં ગુરુવારે ઇટાલીથી ફ્લાઇટ આવી હતી જેમાં 155 મુસાફરોના કોવિડ સેમ્પલ લેવામાં આવ્યા હતા, અને આ 155 માંથી 125 જેટલા મુસાફરોનો કોવિડ રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. ત્યારે બાદ ગઈકાલે પણ ઇટાલીથી આવેલ ફ્લાઇટમાં 300 માંથી 175 મુસાફરો કોરોના વાયરસથી સંક્રમિત હોવાનું સામે આવ્યું હતું જેને લઈને ખરભરાટ મચી ગયો છે, ત્યારે હવે વિદેશમાંથી આટલા બધા કેસો સામે આવતા કડક પગલાં લેવામાં આવી રહ્યા છે. ત્યારે કેન્દ્ર સરકારે હવે વિદેશ આવનાર મુસાફરો માટે ગાઈડલાઈન્સ બહાર પાડી છે.

વિદેશથી આવનાર મુસાફરો માટે કેન્દ્ર સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ નવી ગાઈડલાઈન મુજબ આવા મુસાફરો માટે 7 દિવસ ફરજીયાત ક્વારન્ટાઈન થવું થવાનું રહેશે. અને ત્યારબાદ આઠમા દિવસે તેમને ફરજીયાત RT-PCR ટેસ્ટ કરવામાં આવશે. આ ઉપરાંત વધુ જોખમવાળા દેશો એટલે કે એટ-રિસ્ક નેશન્સથી આવનારા મુસાફરો માટે વધારાના પગલાં લેવામાં આવી રહ્યા છે. આ નવી બહાર પાડવામાં આવેલ ગાઇડલાઇન 11 જાન્યુઆરી સુધી લાગુ રહેશે.

જો કે આ નવી ગાઇડલાઇન મુજબ હવે દરેક મુસાફરે કોવિડ ટેસ્ટ નેગેટિવ આવે તો પણ ઘરે 7 દિવસ ક્વારન્ટાઈન રહેવું પડશે. અને ત્યારબાદ આઠમા દિવસે તેમનો ફરીથી આરટી-પીસીઆર ટેસ્ટ કરાવ્યા બાદ જ તેમને છૂટછાટ આપવામાં આવશે. આ લિસ્ટમાં જોખમવાળા દેશો શામેલ કરવામાં આવ્યા છે, જેમાં બધા યુરોપીયન દેશો ઉપરાંત દક્ષિણ આફ્રિકા, યુકે, બોત્સવાના, ચીન, ઘાના, મોરેશિયસ, ન્યૂઝીલેન્ડ, ઝિમ્બાબ્વે, તાન્ઝાનિયા, હોંગકોંગ, ઈઝરાયલ, કોંગો, ઈથોપિયા, કઝાખસ્તાન, કેન્યા, નાઈઝેરિયા, ટ્યૂનિશિયા અને ઝાંમ્બિયા છે.

કેન્દ્ર સરકાર દ્વારા વિદેશથી આવનારા મુસાફરો માટે બહાર પાડવામાં આવેલ નવી ગાઈડલાઈન્સ આ મુજબ છે.

– દરેક મુસાફરે એર સુવિધા પોર્ટલ પર તેમના વિશે બધી સાચી માહિતી આપવી પડશે.
– મુસાફરોએ નેગટિવ RT-PCR ટેસ્ટ રિપોર્ટ આપવો પડશે. જે મુસાફરીના 72 કલાક પહેલાનો હોવો જોઈએ.
– મુસાફરે લેખિતમાં જવાબ આપવો પડશે કે તેઓ મુસાફરી બાદ 7 દિવસ સુધી ક્વારન્ટાઈન, હેલ્થ મોનિટરિંગને લગતા તમામ નિયમોનું પાલન જરૂરથી કરશે.
– મુસાફરોનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવવા છતાં તેઓ એ ફરજીયાત 7 દિવસ માટે હોમ ક્વારન્ટાઈન થવું પડશે.
– મુસાફરીના આઠમા દિવસે તેઓએ RT-PCR ટેસ્ટ રિપોર્ટ એર સુવિધા પોર્ટલ પર અપલોડ કરવાના રહેશે.
– બધા મુસાફરોને તેમના મોબાઈલ ફોનમાં આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવા માટે સલાહ આપવામાં આવી છે.

Scroll to Top