કોરોનાનીની બીજી લહેર આપણા માટે ઘણીજ ઘાતક સાબિત થઈ છે લોકો હવે ઘરની બહાર નીકળતા પણ ડરી રહ્યા છે કારણે સંક્રમણ એટલી હદે બેકાબૂ બન્યું છે કે હોસ્પિટલમાં દર્દીઓને બેડ પણ નથી મળ્યા જેથી લોકો હાલ કામ વગર ઘરની બહાર નથી નીકળી રહ્યા પરંતુ જો તમે ઘરે બેસીને કંટાળી રહ્યા છો તો આજે અમે તમને અમુક વેબસીરીઝ વીશે માહિતી આપીશું જે તમારે એક વાર જરૂરથી જોવી જોઈએ.
અવરોધ
સોની લીવ પર અવરોધ વેબ સીરીઝ ગત વર્ષે રીલીઝ થઈ હતી જેમા અમીત સહાનીએ લીડ રોલ પ્લે કર્યો હતો. આ વેબ સીરીઝ સર્જીકલ સ્ટ્રાઈક પર બનાવમાં આવી આંતકીઓએ ઉરી હુમલાને અંજામ આપ્યો હતો ત્યારબાદ ભારતે સર્જીકલ સ્ટ્રાઈક કરી હતી તેના પર આ ફિલ્મ બનાવામાં આવી છે આ વેબ સીરીઝ દેશભક્તિ પર આધારિત એક સિરીઝ છે જેથી તમારે એક વાર જરૂરથી આ સિરીઝ જોવી જોઈએ.
ડાર્ક 7 વાઈટ
આ વેબ સિરીઝમાં સુમીત વ્યાસનો મેઈન રોલ છે ફિલ્મમાં તેણે એક મુખ્યમંત્રી તરીકેનો રોલ પ્લે કર્યો છે અ તેની લાઈફ ઘણી કુલ બતાવામાં આવી છે પરંતુ સીરીઝમાં તેની હત્યા થઈ જાય છે જેથી આખી સીરીઝમાં તેની હત્યા કોને કરી છે તેના પર છે જેથી એક વાર તમારે આ વેબ સીરીઝ જરૂરથી જોવી જોઈએ ઝી5 પર આ વેબ સીરીઝ અવેલેબલ છે જેને તમે ક્યારેય પણ જોઈ શકો છો.
SCAM 1992: HARSHAD MAHETA STORY
સોની લીવ પર સ્કેમ 1992 સિરીઝ અવેલેબલ છે. જેમા હર્ષદ મહેતાની સ્ટોરી બતાડવામાં આવી છે આ વેબ સીરીઝમાં હર્ષદ મહેતાની ભૂમીકા ગુજરાતી હિરો પ્રતીક ગાંધીએ ભજવી છે અને લોકોએ તેમી એક્ટીંગ ખુબ વખાણી છે આ વેબ સીરીઝ એટલી એડલ્ટ પણ નથી જેથી તમે પરિવાર સાથે બેસીને પણ આ વેબ સીરીઝને જોઈ શકો છો.
આશ્રમ 1 & 2
આ વેબસીરીઝ ડાયરેક્ટર પ્રકાશ ઝા દ્વારા એમ એકસ પ્લેયર પર રિલીઝ કરવામાં આવી છે.. અને આ વેબ સીરીઝના અત્યાર સુધીમાં બે ભાગ આવી ચુક્યા છે. આ વેબ સીરીઝમાં બોબી દેઓલે એક પાખંડી બાબાની ભૂમીકા ભજવી છે. અને સીરીઝ એડલ્ટ છે. જેથી એકલામાં બેસીને જોવાનું રાખશો તેજ વધારે સારુ રહેશે.
પાતાલલોક
એમેઝોન પ્રાઈમ પર પાતાલ લોક સીરીઝ તમે જોઈ શકશો. લોકોને આ સીરીઝ ખુબ ગમી છે. સાથેજ સાંભળીને તમને નવાઈ લાગશે કે અનુષ્કા શર્મા દ્વારા આ સીરીઝને બનાવામાં આવી છે. આ સીરીઝનો સ્ટોરી બધી સીરીઝ કરતા થોડીક અલગ છે. અને આ સીરીઝ પણ એડલ્ટ છે. જેથી આ સીરીઝને એકલામાં બેસીને જોશો તોજ સારુ રહેશે
ફેમેલી મેન
ફેમેલી મેન સિરીઝ 2018માં અમેઝોન પ્રાઈમ પર રિલીઝ કરવામાં આવી હતી. પરંતુ લોકોને આ સીરીઝ ઘણી ગમી છે. તેમજ આજે પણ લોકો આ સિરીઝના વખણા કરી રહ્યા છે. સિરીઝમાં મનોજ બાજેપાઈ લીડ રોલમાં છે. તેમજ આ સિરીઝના બીજો ભાગ પણ થોડાકજ દિવસોમાં ફરીથી રિલીઝ થવાનો છે. જેથી આ સિરીઝને જોવાનું ચૂંકતા ના.