મહિલા કોચમાં મુસાફરી કરનારની હવે ખેર નથી,ભારતીય રેલવેએ લીધો મહત્ત્વનો નિર્ણય

મહિલાઓ માટે આરક્ષિત કોચમાં મુસાફરી કરનારાઓની હવે ખેર નથી. રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF) આ અંગે વિશેષ અભિયાન ચલાવી રહ્યું છે. આરપીએફએ ‘ઓપરેશન મહિલા સુરક્ષા’ અભિયાન હેઠળ 7000 થી વધુ લોકોની ધરપકડ પણ કરી છે. આટલું જ નહીં 150 થી વધુ મહિલાઓને માનવ તસ્કરીનો ભોગ બનતા પણ બચાવી લેવામાં આવી છે.

મહિલાઓની સુરક્ષાને લઈને આરપીએફ સક્રિય જણાય છે. 3 મે થી 31 મે સુધી મહિલાઓ માટે આરક્ષિત કોચમાં અનધિકૃત મુસાફરી પર કડક કાર્યવાહી કરવા માટે ખાસ પહેલ કરવામાં આવી હતી. આ માટે પ્રશિક્ષિત મહિલા અધિકારીઓ અને કર્મચારીઓની 283 ટીમો તૈનાત કરવામાં આવી હતી.

આ દરમિયાન ટીમે 2.25 લાખથી વધુ મહિલાઓ સાથે વાતચીત કરી હતી. અધિકારીઓએ જણાવ્યું કે આરપીએફએ પણ એક નવી પહેલ શરૂ કરી છે. મુસાફરી કરતી વખતે મહિલાઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને મહિલાઓને ‘શું કરવું અને શું નહીં’ વિશે શિક્ષિત કરવું. અત્યાર સુધીમાં આરપીએફ પાંચ હજારથી વધુ જગ્યાએ આવા કાર્યક્રમો કરી ચૂકી છે.

આ દરમિયાન ટીમે 2.25 લાખથી વધુ મહિલાઓ સાથે વાતચીત કરી હતી. અધિકારીઓએ જણાવ્યું કે આરપીએફએ પણ એક નવી પહેલ શરૂ કરી છે. મુસાફરી કરતી વખતે મહિલાઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને મહિલાઓને ‘શું કરવું અને શું નહીં’ વિશે શિક્ષિત કરવી. અત્યાર સુધીમાં આરપીએફ પાંચ હજારથી વધુ જગ્યાએ આવા કાર્યક્રમો કરી ચૂકી છે.

Scroll to Top