મોટા સમાચાર! ટ્રેનમાં આટલા નિયમો બદલાયા, એક ભૂલ પડશે ભારે, જુઓ નવી ગાઈડલાઈન

હવે જ્યારે પણ તમે ટ્રેનમાં મુસાફરી કરો તો કોઈ ભૂલ ન કરતા. નાની ભૂલ પણ તમને મોટી મુશ્કેલીમાં મૂકી શકે છે. ખરેખરમાં ભારતીય રેલવેએ મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે. આ વાત સામાન્ય રીતે ટ્રેનમાં મુસાફરી કરતા તમામ મુસાફરોને ખબર હોય છે. રેલવેએ તાજેતરમાં જે ફેરફાર કર્યો છે તે રાત્રે મુસાફરી કરતા મુસાફરોને લઈને છે.

રેલ્વેના નવા નિયમો અનુસાર હવે તમારી સીટ, ડબ્બો કે કોચમાં કોઈ પણ મુસાફર મોબાઈલ પર મોટા અવાજમાં વાત કરી શકશે નહીં અને મોટા અવાજમાં ગીતો સાંભળી શકશે નહીં. મુસાફરોની ઊંઘમાં ખલેલ ન પડે અને તેઓ મુસાફરી દરમિયાન શાંતિથી સૂઈ શકે તે માટે રેલવેએ નવી ગાઈડલાઈન બહાર પાડી છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઘણા મુસાફરો વારંવાર ફરિયાદ કરે છે કે તેમના કોચમાં સાથે મુસાફરી કરતા લોકો મોડી રાત સુધી ફોન પર મોટેથી વાત કરે છે અથવા ગીતો સાંભળે છે. કેટલાક મુસાફરોએ એવી પણ ફરિયાદ કરી હતી કે રેલવે એસ્કોર્ટ અથવા મેન્ટેનન્સ સ્ટાફ પણ મોટેથી વાત કરે છે. આ સિવાય ઘણા મુસાફરો રાત્રે 10 વાગ્યા પછી પણ લાઇટ ચાલુ રાખે છે, જેના કારણે અન્ય લોકોની ઊંઘમાં ખલેલ પહોંચે છે. તેને જોતા રેલવેએ નવો નિયમ બનાવ્યો છે. આવી સ્થિતિમાં જો કોઈ મુસાફર નિયમોનું પાલન નહીં કરે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.

રેલવે બોર્ડે નિર્ણય લીધો છે કે જો તમે ટ્રેનમાં મુસાફરી દરમિયાન રાત્રે 10 વાગ્યા પછી મોબાઈલ પર મોટા અવાજથી વાત કરશો તો કડક કાર્યવાહી કરવામાં આવશે. નવા નિયમો અનુસાર, રાત્રિના પ્રવાસ દરમિયાન મુસાફરો ન તો મોટેથી વાત કરી શકે છે અને ન તો સંગીત સાંભળી શકે છે. જો કોઈ મુસાફર ફરિયાદ કરશે તો તેને દૂર કરવાની જવાબદારી ટ્રેનમાં હાજર સ્ટાફની રહેશે.

Scroll to Top