અમેરિકામાં ગત શુક્રવારે ઈન્ડિયાપોલિસમાં જાહેરમાં ફાયરિંગનો બનાવ બન્યો હતો જે બનાવમાં 8 લોકોના મોત થયા હતા હવે એવી માહિતી સામે આવી છે જે 8 લોકોના મોત થયા હતા તેમાથી 4 લોકો શીખ સમુદાયના હતા જેના કારણે હાલ અહીય શીખ સમુદાયના લોકોમાં ભયમાં જીવી રહ્યા છે પરંતુ ફાયરિંગ કયા કારણોસર થયું તે મામલે પણ હજું સુધી કોઈ માહિતી સામે નથી આવી.
અહીયાના શીખોનું કહેવું છે કે જાતીય ઉત્પીડન ડિપ્પણી અને ભેદભાવ અહીયાના લોકો માટે કોઈ નવી વાત નથી અમેરિકાના નાગરીકોની સામે તેમને જાતીય ઉત્પીડનનો ભોગ બનવું પડે છે જે શખ્સે ફાયરિંગને અંજામ આપ્યો હતો તે માત્ર 9 વર્ષનો હતો સાથેજ તે અમેરિકી બ્રેન્ડન સ્કોટ હોલ ફેજએક્સનો પૂર્વ કર્મચારી હતો તેવી માહિતી સામે આવી છે જોકે બાદમાં તેણે પણ આપઘાત કરી લીધો હતો.
આ બનાવને કારણે ત્યાના શીખ સમુદાયમાં હાલ ડરનો માહોલ ફેલાઈ ગયો છે સાથેજ સ્વજનોના મોતને કારણે તેઓ આઘાતમા સરી પડ્યા છે જોકે કોણ કોણ આ ઘટનામાં ઈજાગ્રસ્ત થયું છે તે મામલે પણ તેઓ તપાસ કરી રહ્યા છે ત્યા રહા શીખ સમુદાયના લોકો હવે કામ કરવા જાય તો પણ તેમનામાં ડરનો માહોલ ફેલાયેલો છે સાથેજ તેમને પૂજાસ્થળ પર જતા પણ કર લાગી રહ્યો છે.
મૃતકોના પરિવારજનોનું એમ કહેવું છે કે અહીયા શીખ સમુદાયના લોકોને વારંવાર ટાર્ગેટ કરવામાં આવતા હોય છે શ્વેત અમેરિકીનો પહેલાથી વિવાદ ત્યા ચાલતો આવ્યો છે જેના કારણે તેમને જાતીય ટિપ્પણીઓનો સામનો પણ કરવો પડે છે પરંતુ ત્યાના લોકો ટેવાઈ ગયા છે જેથી તે લોકો હવે આ મામલે કોઈને ફરિયાદ પણ નથી કરતા.
આરોપીએ કારમાંથી બહાર ઉતરીને ફાયરિંગ કરવાનું શરૂ કર્યું હતું, પરિસરમાં જે અંદર સુધી ન ગયો અને બંદુકમાં રહેલી બધીજ ગોળીઓ તેને ફાયક કરી કાઢી હતી આ ઘટનાને અંજામ તેણે શા માટે આપ્યો તે રહસ્ય હજું પણ અકબંધ છે.
ઉલ્લેખનીય છે કે જે જગ્યાએ આરોપીએ ફાયરીંગ કર્યું હતું ત્યા શીખ કર્મચારીઓ વધારે હતા જેથી તેણે એજ જગ્યા શા માટે પસંદ કરી તે પણ એક મોટો પ્રશ્ન છે આ ઘટનાને લઈને તપાસની માગ કરવામાં આવી છે જોકે આરોપીએ પણ તેજ સમયે આપઘાત કરી લીધો હતો પરંતુ ચાર શીખના હત્યા થવાને કારણે હાલમાં ત્યા લોકો ભયના માહોલ છે સાથે ઘરની બહાર નીકળતા પણ ડરી રહ્યા છે.