ભારતની ટેલિકોમ કંપનીએ ડેટા જાહેર કર્યો, 1 કરોડ 10 લાખ યૂઝર્સે Reliance Jio છોડી દીધું

રિલાયન્સ જિયો ઉપરાંત એરટેલ અને વોડાફોન જેવી ટેલિકોમ કંપનીઓએ ડિસેમ્બર 2021 દરમિયાન તેમના પ્રીપેડ પ્લાનમાં વધારો કર્યો હતો, જેની અસર આ કંપનીઓને 2022ના પ્રથમ ક્વાર્ટરમાં પડી છે. ત્યાં જ રિલાયન્સ જિયોના ગ્રાહકોમાં લગભગ 1 કરોડ 10 લાખનો ઘટાડો થયો છે.

ભારતની સૌથી મોટી ટેલિકોમ કંપનીએ એક ડેટા જાહેર કર્યો છે, જે મુજબ રિલાયન્સ જિયોએ કહ્યું છે કે માર્ચ 2022ના પહેલા ક્વાર્ટરમાં કંપનીના ચોખ્ખા નફામાં 24 ટકાનો વધારો થયો છે અને આ ક્વાર્ટરમાં આ નફો 4,173 કરોડ સુધી પહોંચી ગયો છે. આ વધારો ટેરિફ, સબસ્ક્રાઇબર મિક્સ અને FTTH સેવાઓને કારણે થયો છે.

રિલાયન્સ જિયોએ માહિતી આપી છે કે ઓપરેશન્સને કારણે વાર્ષિક ધોરણે સ્ટેન્ડઅલોન આવકમાં 20.4 ટકાનો વધારો થયો છે, જે રૂ. 20,901 કરોડ છે. ત્યાં જ ટેરિફમાં વધારો કર્યા પછી, કંપનીના ગ્રાહક આધારમાં 1 કરોડ 9 લાખનો ઘટાડો થયો છે. કોન્સોલિડેટેડ ચોખ્ખો નફો 23 ટકા વધીને રૂ. 4,313 કરોડ થયો છે જ્યારે માર્ચ 2022માં પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં કુલ આવક 21 ટકા વધીને રૂ. 26,139 કરોડ થઈ છે.

આ ઉપરાંત કુલ ગ્રાહક આધાર 412 મિલિયન છે જ્યારે યુનિટ દીઠ સરેરાશ આવક (ARPU) દર મહિને ગ્રાહક દીઠ રૂ. 167.7 છે. બીજી તરફ ડિસેમ્બરમાં આ આંકડો 151.6 રૂપિયા પ્રતિ સબસ્ક્રાઇબર પ્રતિ માસ હતો.

જો આપણે વર્ષના આધાર પર જોઈએ તો, ARPU એ 21.3 ટકાની વૃદ્ધિ નોંધાવી હતી, જ્યારે ત્રિમાસિક ધોરણે 10.5 ટકાની વૃદ્ધિ થઈ છે. પ્રથમ ક્વાર્ટર દરમિયાન કંપનીનો કુલ ટ્રાફિક 24.6 બિલિયન GB (24 બિલિયન 600 મિલિયન GB) હતો, જે 47.5 ટકાનો વધારો દર્શાવે છે.

જોકે, કંપનીએ આ ઉપરાંત વૃદ્ધિ નોંધાવી છે. આ વર્ષે કંપનીની કુલ આવક રૂ. 95,804 કરોડ છે, જે પાછલા વર્ષની સરખામણીમાં 17.1 ટકાનો વધારો છે. ત્યાં જ FY22 માટે જિયો પ્લેટફોર્મનો ચોખ્ખો નફો રૂ. 15,487 કરોડ નોંધવામાં આવ્યો છે, જે પાછલા નાણાકીય વર્ષ કરતાં 23.6 ટકાની વૃદ્ધિ દર્શાવે છે.

કંપનીના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ટેરિફમાં વધારો જે ડિસેમ્બરમાં થયો હતો. તે પછી તેના ગ્રાહકની સંખ્યા 1 કરોડ 9 લાખ ઘટી ગઈ. જોકે કંપનીની ગ્રોસ એડિશન હજુ પણ મજબૂત સ્થિતિમાં છે અને તેમાં 3 કરોડ 50 લાખનો વધારો થયો છે.

Scroll to Top