ઇન્દ્રનીલ રાજ્યગુરુએ આપ્યું નિવેદન, કહ્યું…BJP એ ન કરવી જોઇએ ખોટી અને નબળી માનસિકતા વાળી વાત

આમ આદમી પાર્ટીના નેશનલ જોઈંટ સેક્રેટરી ઇન્દ્રનીલ રાજ્યગુરુએ બીજેપીના સાંસદ મનસુખ વસાવાના નિવેદન પર વીડિયો દ્વારા પ્રતિક્રિયા આપતા કહ્યું કે, લોકો દ્વારા ચૂંટાયેલા ભાજપના સાંસદ જે એક જવાબદાર પદવી પર છે તેમનું કહેવું છે કે લોકોને વીજળી મફત ના આપી શકાય. એમને અમે પ્રશ્ન પૂછવા માંગીએ છીએ કે ધારાસભ્યો થી માંડીને દરેક મંત્રીઓ સુધી બધાને સરકાર દ્વારા જે મફત વીજળી આપવામાં આવે છે તે કેમનું પોસાય છે? તે કેમનું યોગ્ય છે?

મફત વીજળી જે આમ આદમીનો ફક્ત અધિકાર જ નહિ પણ જરૂરિયાત થઇ ગઈ છે તે વીજળી સૌથી મોંઘા ભાવે લોકોને આપો છો. વીજળી ઉત્પાદન માં ભ્રષ્ટાચાર કરવા માટે સરકારી ઉત્પાદન કેન્દ્રો બંધ કરીને ખાનગી ઉત્પાદન કેન્દ્રો ને પ્રોત્સાહન આપી તેમની પાસે થી વીજળી ખરીદીને, સામાન્ય માણસ ને મોંઘા ભાવે વીજળી આપો છો. હું મનસુખ વસાવા  કહેવા માંગુ છું કે જો આ બધા ભ્રષ્ટાચાર બંધ થાય તો લોકોને મફત વીજળી પણ આપી શકાય. જે અમે દિલ્હી ની સરકાર માં જનહિત માટે કરી બતાવ્યું છે.

દિલ્હી  લોકો ને મફત વીજળી આપ્યા બાદ પણ સરકાર ચાલી છે અને દિલ્હીમાં ફક્ત સરકાર ચાલી જ નથી, તે ઉપરાંત દિલ્હી સરકાર એ દિલ્હી પર ના બધા દેવા પણ પુરા કરી બતાવ્યા છે. દેવા પુરા કાર્ય બાદ પણ દિલ્હી સરકાર આર્થિક સ્થિતિ એ સ્થિર અને આગળ જ ચાલી રહી છે. જો દિલ્હીમાં આમ આદમી પાર્ટી દ્વારા મફત વીજળી આપી સરકાર ચાલી શકે તો ગુજરાત માં કેમ નહિ?

મારી ભાજપ સરકારથી વિનંતી છે કે, ગુજરાત ના લોકો ને મફત વીજળી આપશું તો સરકાર કેમની ચાલશે, આવી ખોટી અને નબળી માનસિકતા વાળી વાત મનસુખ વસાવા અને ભાજપના નેતાઓ એ ન કરવી જોઈએ. ગુજરાતની જનતાને ગેરમાર્ગે ન દોરવા જોઈએ. જે કામ આમ આદમી પાર્ટી દ્વારા દિલ્હી માં શક્ય છે તે ગુજરાત માં પણ થઇ શકે છે. મફત વીજળી થી લઈને સારું શિક્ષણ, સારું સ્વાસ્થ્ય અને સુશાસન ગુજરાતના લોકો ને પણ મળી શકે છે તે વાત હવે ગુજરાત ની જનતા પણ સમજી રહી છે.

Scroll to Top