ઉતરાયણની કરી ખૂબ ઘામધૂમથી પતંગબાજી…પણ દોરીથી આટલા અકસ્માત તો 500 પક્ષીઓ ઘાયલ

ઉત્તરાયણ અને વાસી ઉતરાયણની ગુજરાતીઓએ ધામધૂમથી ઉજવણી કરી છે. પતંગ ઉડાડતી વખતે માંઝા સાથે થયેલા અકસ્માતોમાં ઓછામાં ઓછા 700 ઉપર લોકો ઘાયલ થયા હતા. એક અધિકારીએ આ જાણકારી આપી. તેમણે કહ્યું કે સાંજ સુધી 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ સેવાઓ 224 ઘાયલ લોકોને નજીકની હોસ્પિટલોમાં લઈ ગઈ છે, જેમાંથી મોટાભાગના રસ્તાઓ પર છે. પતંગના દોરાથી તેમની ગરદન કે ચહેરા પર કપાઈ જવાથી ઈજા થઈ છે.

અધિકારીએ જણાવ્યું હતું કે, હજુ સુધી પતંગ ઉડાવવાના અકસ્માતમાં મૃત્યુનો કોઈ કેસ નોંધવામાં આવ્યો નથી. એમ્બ્યુલન્સ સેવા દ્વારા જારી કરાયેલા એક પ્રકાશન મુજબ, માંઝામાં ઘાયલ થયેલા 224 લોકોમાંથી 70ની આસપાસ કેસ એકલા અમદાવાદના છે, જ્યારે વડોદરામાં 30ની આસપાસ, રાજકોટમાં 25, સુરતમાં 2
4, ભાવનગરમાં 9 અને ગાંધીનગરમાં 8 લોકો ઘાયલ થયા છે.

તેમણે જણાવ્યું હતું કે મોડી સાંજ સુધી 108 એમ્બ્યુલન્સ સેવાને ઈમરજન્સી હેલ્પ માટે કુલ 2,639 કોલ મળ્યા હતા, જે ગયા વર્ષના 2,275 ફોન કોલ્સ કરતા વધુ છે. રીલીઝ મુજબ, માંઝા ઇજાના બનાવો સિવાય, રાજ્યમાં 227 લોકો પતંગ ઉડતી વખતે અથવા પકડતી વખતે છત પરથી અથવા ઊંચાઇ પરથી પડી જવાથી ઘાયલ થયા હતા. 1962ની કરુણા હેલ્પલાઇન એમ્બ્યુલન્સે દિવસ દરમિયાન રાજ્યમાં લગભગ 500 ઘાયલ પક્ષીઓની સારવાર કરી હતી, જેમાં મોટાભાગે કબૂતર હતા.

Scroll to Top