શુક્રવાર, 30 ઑક્ટોબર, 2026
MotionToday

મેલીવિદ્યાના ચક્કરમાં પિતાએ પોતાની જ દીકરી સાથે કર્યું ભયાનક કૃત્ય, માસૂમ પુત્રીનું મોત

M

MT Online Correspondent

•3 મિનિટ વાંચો
શેર કરો:
મેલીવિદ્યાના ચક્કરમાં પિતાએ પોતાની જ દીકરી સાથે કર્યું ભયાનક કૃત્ય, માસૂમ પુત્રીનું મોત

વર્તમાન આધુનિક સમયમાં પણ કેટલાક લોકો એવા છે જેઓ મેલીવિદ્યા અને મંત્રવિદ્યાની જાળમાં ફસાઈને પોતાનું જીવન બરબાદ કરી નાખે છે. આંધ્રપ્રદેશમાંથી તાજો મામલો સામે આવ્યો છે. જ્યાં એક હૃદયદ્રાવક ઘટનામાં એક પિતાએ મેલીવિદ્યાના કારણે પોતાની જ પુત્રીનો જીવ લીધો હતો. ખરેખરમાં આંધ્રપ્રદેશમાં અર્થમૂવિંગનો વ્યવસાય કરતા પિતાએ કંઈક એવી મેલીવિદ્યા કરી કે તેની ત્રણ વર્ષની માસૂમ પુત્રીએ જીવ ગુમાવ્યો. ઘટનાની માહિતી પ્રકાશમાં આવ્યા બાદ પોલીસે ઉક્ત વેપારીને કસ્ટડીમાં લીધો હતો.

આ ઘટના આંધ્ર પ્રદેશના નેલ્લોર જિલ્લાના પેરારેડ્ડીપલ્લી ગામની છે. જ્યાં વેણુગોપાલ નામનો વ્યક્તિ તેની બે જોડિયા દીકરીઓ સાથે રહેતો હતો. બુધવારે તે પોતાના ઘરે વિધિના નામે જાદુટોણા કરતો હતો. મેલીવિદ્યા હેઠળ તેણે તેની પુત્રી પર હળદરનું પાણી રેડ્યું અને બાદમાં તેના મોંમાં કુમકુમ પાવડર ભરી દીધો, જેના કારણે છોકરીનો શ્વાસ રૂંધાઈ ગયો. બાળકીના રડવાનો અવાજ સાંભળીને પાડોશીઓએ તેને બચાવી અને તેને બેભાન અવસ્થામાં હોસ્પિટલ લઈ ગયા. જ્યાં બાળકનું મોત નીપજ્યું હતું.

ધંધામાં ખોટ હતી એટલે તંત્ર-મંત્ર કરવા બેઠો હતો.

આ ઘટનાની જાણકારી સામે આવ્યા બાદ લોકો વેણુગોપાલની હરકત પર વિશ્વાસ કરી શક્યા નથી. સ્થાનિક લોકોએ જણાવ્યું કે વેણુગોપાલ અર્થમૂવિંગનો વ્યવસાય કરે છે. છેલ્લા કેટલાક દિવસોથી તેને ધંધામાં ઘણી તકલીફ પડી રહી હતી. તેમનું માનવું હતું કે આ નુકસાન દુષ્ટ શક્તિઓ દ્વારા થઈ રહ્યું છે. જે બાદ વેણુગોપાલ તંત્ર-મંત્રની જાળમાં ફસાઈ ગયો.

યુવતીના મોઢામાં કુમકુમ પાઉટર નાખવામાં આવ્યું, ગૂંગળામણથી મોત

વેણુગોપાલ પોતાના ઘરમાં એક ધાર્મિક વિધિ કરી રહ્યો હતો, જે ગુપ્ત વિદ્યાના ચક્કરમાં આવી ગયો હતો. જેથી તે દુષ્ટ શક્તિઓને ભગાડીને પોતાના ધંધામાં નફો કરી શકે. આ દરમિયાન તેણે તેની પુત્રી પર હળદરનું પાણી રેડ્યું અને બાદમાં તેના મોંમાં કુમકુમ પાવડર ભરી દીધો હતો, જેના કારણે બાળકીનો શ્વાસ રૂંધાઈ ગયો. બાળકીના રડવાનો અવાજ સાંભળીને પાડોશીઓએ તેને બચાવી અને તેને બેભાન અવસ્થામાં હોસ્પિટલ લઈ ગયા હતા.

પોલીસે આરોપી પિતાને કસ્ટડીમાં લીધા, પૂછપરછ ચાલુ

ડોક્ટરે જણાવ્યું કે બાળકીની હાલત ખૂબ જ ગંભીર છે. જે પછી તેને ચેન્નાઈની બીજી હોસ્પિટલમાં રિફર કરવામાં આવી હતી, જ્યાં ગુરુવારે સવારે માસૂમનું મોત થયું. સ્થાનિક લોકોએ જણાવ્યું કે વેણુગોપાલનો અર્થમૂવિંગનો વ્યવસાય હતો, જેમાં તેને ઘણું નુકસાન થઈ રહ્યું હતું. તેનું માનવું હતું કે આ નુકસાન દુષ્ટ શક્તિઓ દ્વારા થઈ રહ્યું છે. ઘટનાની જાણકારી સામે આવ્યા બાદ પોલીસે આરોપી પિતાને કસ્ટડીમાં લીધો હતો. તેની પૂછપરછ કરીને આગળની કાર્યવાહી કરવામાં આવશે.

AD
શેર કરો:

WhatsApp ચેનલ જોઈન કરો

તાજા સમાચાર સીધા તમારા WhatsApp પર મેળવો. અમારી ચેનલ જોઈન કરો!

જોઈન કરો

સંબંધિત સમાચાર

Bengaluru Apartment Woman Skeleton Found
India

બંધ એપાર્ટમેન્ટમાંથી મળ્યો મહિલાનો 1 વર્ષ જૂનો કંકાલ, રૂમમાં સ્પ્રેની બોટલો જોઈ પોલીસ પણ ચોંકી ગઈ

બેંગલુરુના એક પોશ વિસ્તારમાં આવેલા રહેણાંક એપાર્ટમેન્ટમાંથી એક અત્યંત સનસનાટીભરી ઘટના સામે આવી છે. છેલ્લા એક વર્ષ કરતાં વધુ સમયથી […]

Fortune Sunflower Oil FSSAI Penalty
Delhi

ફોર્ચ્યુન સનફ્લાવર ઓઈલ વિટામિન D ટેસ્ટમાં ફેલ, FSSAI એ કંપની પર ફટકાર્યો દંડ

દેશમાં પેકેજ્ડ ફૂડ અને ખાધ્ય તેલની ગુણવત્તા પર નજર રાખતી સંસ્થા ફૂડ સેફ્ટી એન્ડ સ્ટેન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI) એ […]

અજબ પ્રેમ કી ગજબ કહાની: 35 વર્ષની વહુના પ્રેમમાં પાગલ થયાં 70 વર્ષના સસરા, ઘરેથી ભાગી લગ્ન કરી લીધા
India

અજબ પ્રેમ કી ગજબ કહાની: 35 વર્ષની વહુના પ્રેમમાં પાગલ થયાં 70 વર્ષના સસરા, ઘરેથી ભાગી લગ્ન કરી લીધા

મઉ: ઉત્તર પ્રદેશના મઉ જિલ્લાના ઘોસીમાંથી એક અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. જે આખા પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે. અહીં […]

વાયનાડમાં મોટી દુર્ઘટના: ભારે વરસાદના કારણે પહાડ ધસી પડ્યો, 19 લોકોના મોત
India

વાયનાડમાં મોટી દુર્ઘટના: ભારે વરસાદના કારણે પહાડ ધસી પડ્યો, 19 લોકોના મોત

વાયનાડ: કેરલના વાયનાડ જિલ્લાના મેપ્પાડી નજીક મંગળવારે સવારે કેટલાય પહાડી વિસ્તારમાં ભારે ભૂસ્ખન થયું. સૂત્રો પાસેથી મળતી જાણકારી અનુસાર મુંદકઈ […]