મધ્યપ્રદેશના નીમચમાં માનવતાને શર્મસાર કરનારી એક ઘટના સામે આવી છે. ચોરીની શંકામાં એક યુવકને માર મારવાની સાથે એક પિકઅપથી બાંધીને ખસેડવામાં આવ્યો હોવાની ઘટના સામે આવ્યો છે. એટલો બધો ત્રાસ ગુજારવામાં આવ્યો કે, યુવકનું મોત થઈ ગયું હતું. પોલીસ દ્વારા આ કેસમાં ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
આરોપીઓ દ્વારા યુવક સાથે કરવામાં આવેલ ખરાબ વર્તનનો એક વીડિયો પણ બનાવવામાં આવ્યો છે. વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયો જોઈને લોકો દ્વારા આરોપીઓને સખત સજા આપવાની માંગણી કરવામાં આવી રહી છે.
પોલીસે આ કેસમાં 8 લોકોની ઓળખ કરી છે, જેમાંથી 4 ની ધરપકડ કરવામાં આવી છે. આ તમામ લોકો સામે હત્યા અને એટ્રોસિટી એક્ટનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. તેની સાથે નીમચ જિલ્લાના સિંગોલી પોલીસ સ્ટેશન વિસ્તારથી આ ઘટના સામે આવી છે. એક ભીલ આદિવાસીને ચોર હોવાની શંકાના આધારે કેટલાક લોકો દ્વારા ખરાબ રીતે માર મારવામાં આવ્યો હતો અને તેમ છતાં તેમને તેનાથી પણ સંતોષ ના મળ્યો તો તેને એક પિકઅપ વાહનની પાછળ દોરડાથી પગ બાંધીને તેને દૂર સુધી ઘસેડવામાં આવ્યો હતો.
https://twitter.com/i/status/1431553567865724929
ત્યાર બાદ પણ યુવકને નિર્દયતાથી મારવામાં આવ્યો હતો. યુવકને અધમુવો કરી આરોપીઓએ પોલીસને જાણ કરી હતી કે, તેમને ચોરને પકડ્યો છે. સિંગોલી પોલીસ ટીમ ત્યાં તાત્કાલિક પહોંચી ગઈ હતી. ત્યાર બાદ સૌથી પહેલા પોલીસની ટીમ દ્વારા ઈજાગ્રસ્ત ચોરને નીમચ જિલ્લા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પરંતુ ત્યાં ચોરનું સારવાર દરમિયાન મૃત્યુ થઈ ગયું હતું.
આરોપીઓએ પોતાની તોડફોડનો વીડિયો પણ પોતે બનાવ્યો હતો અને તેને વાયરલ કર્યો હતો. પોલીસ દ્વારા અક સમગ્ર મામલાની ચોકસાઇથી તપાસ કરવામાં આવી તો જાણવા મળ્યું કે, જે લોકોએ વીડિયો બનાવ્યો હતો, તે જ લોકોએ આ આદિવાસી યુવકને ખૂબ માર માર્યો હતો અને તેને વાહનની પાછળ ખેંચી ઘસેડ્યો હતો.
નીમચ એસપી સૂરજ વર્માએ કાર્યવાહી કરતા જણાવ્યું હતું કે, આ સમગ્ર કેસમાં 8 લોકો સામે હત્યા અને એટ્રોસિટી એક્ટનો કેસ નોંધવાનો આદેશ આપવામાં આવ્યો છે. મુખ્ય આરોપી મહેન્દ્રની તાત્કાલિક ધરપકડ કરી લેવામાં આવી હતી. આરોપી મહેન્દ્ર ગુર્જરની પત્ની વાણદાની સરપંચ છે.