ઇન્સ્ટાગ્રામ માટે શોર્ટ વીડિયો બનાવવા જતાં 19 વર્ષીય યુવક રહસ્યમય રીતે મોતને ભેટ્યો

ઇન્સ્ટા અને ફેસબુક માં ફેમસ થવા માટે આજનું યુવાઘન ઘેલું બન્યું છે અને ઘણીવાર ફેમસ થવા માટેના ભરેલા પગલાં આવળા પાડતાં જીવ ગુમાવવાનો વારો આવે છે. આવો જ એક બનાવ સુરતમાં સામે આવ્યો છે. સુરતના સિટી લાઈટ વિસ્તારમાં આવેલા કેનાલ વોક-વે પર શોર્ટ વીડિયો બનાવતાં યુવક મોતને ભેટ્યો હતો.

આ છોકરાનું નામ પ્રથમ છે અને તેની ઉંમર 19 વર્ષ છે. તેને સોશિયલ મીડિયા માટે શોર્ટ વિડિયો બનવાનો ખૂબ શોખ હતો. એક મોટાભાઈ અને માતા-પિતા અને દાદી સાથે રહેતો હતો. ઘરમાં સૌનો લાડકો હતો. તેઓ પોરબંદરના રહેવાસી છે. ધોરણ- 9 બાદ અભ્યાસમાં રૂચિ ન રહેતા તેના પિતા સાથે જ સાડીના વેપારમાં જોડાઈ ગયો હતો.

રુચિ સોની (પ્રથમની મિત્ર)એ એક મીડિયા રિપોર્ટર સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, પ્રથમને શોર્ટ વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં મુકવાનો ખૂબ શોખ હતો. રવિવારના રોજ અમે સાથે જ હતા. અણુવ્રત દ્વાર નજીકના કેનાલ વોક-વે પર વીડિયો બનાવવા ગયા હતા. મેં મોબાઈલમાં કેમેરો શરૂ કર્યો અને પ્રથમને જમીન પર પડતા જોઈ હેબતાઈ ગયો હતો. તાત્કાલિક દોડીને ગયો તો પ્રથમ બેભાન થઈ ગયો હતો. સામે ઉભેલી PCR વાનની મદદ લેતા 108ને કોલ કરી પ્રથમને સિવિલ લઈ આવ્યા હતાં. જ્યાં તમામ પ્રયાસ કર્યા બાદ પણ એને બચાવી શક્યા ન હતા.

Scroll to Top