માધુરી દીક્ષિતની લેટેસ્ટ ઇન્સ્ટાગ્રામ તસ્વીરો જોઈ તમે પણ બની જેશો તેમના દીવાના

અભિનેત્રી માધુરી દીક્ષિત સોશિયલ મીડિયા ખૂબ એક્ટીવ રહે છે. ચાહકોની સાથે અવારનવાર તસ્વીરો અને વિડિયોઝ શેર કરતી જ રહે છે. તાજેતરમાં અભિનેત્રીએ પોતાની કેટલીક તસ્વીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે, જે ખુબ ચર્ચામાં રહેલી છે.

તસ્વીરોમાં માધુરી દીક્ષિત પિંક લંહેગામાં જોવા મળી રહી છે. તેની સાથે અભિનેત્રીએ મેચિંગ ઝવેલરી પહેરી છે. સામાન્ય મેકઅપ અને લો બનથી અભિનેત્રીએ પોતાના લુકને કમ્પલીટ કર્યો છે. અભિનેત્રી આ લુકમાં ખૂબ જ સુંદર જોવા મળી રહી છે. માધુરી દીક્ષિતની પ્યારી સ્માઈલ ચાહકોના દિલ જીતી રહી છે. ચાહકો આ તસ્વીરો પર ખૂબ પ્રેમ દર્શાવી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે, માધુરી દીક્ષિત પતિ શ્રીરામ નેનેની સાથે માલદીવના વેકેશન પર ગઈ હતી. હવે અભિનેત્રી પરત આવી ગઈ છે. કપલે વેકેસનની કેટલીક તસ્વીરો અને વિડિયોઝ પણ શેર કરી હતી. જ્યારે તેમના વર્કફ્રન્ટની વાત કરીએ તો અભિનેત્રી આ દિવસોમાં ‘ડાંસ દીવાને ૩’ માં જજની ભૂમિકામાં જોવા મળી રહી છે.

માધુરી દીક્ષિતનો જન્મ મુંબઈના એક મધ્યવર્ગી મરાઠી બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તથા તેમના માતાપિતા શંકર અને સ્નેહલતા દીક્ષિત છે. તેમણે ૮ વર્ષ સુધી કથકની શિક્ષા હાંસિલ કરી હતી.

Scroll to Top