અફઘાનિસ્તાન કબજો મેળવ્યા બાદ તાલીબાને કાશ્મીરને લઈને આપ્યું મોટું નિવેદન

અફઘાનિસ્તાન પર તાલિબાનોના કબજા બાદ સમગ્ર વિશ્વમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. લોકોને ભય છે કે, અફઘાનિસ્તાનમાં ગભરાટનો સમયગાળો ફરીથી પરત આવશે તો તેની અસર અન્ય દેશોને પણ જોવા મળશે. પરંતુ તાલિબાન સતત વિકાસ અને લોકોના શાસનની વાત કરી રહ્યું છે. આ દરમિયાન તેણે કાશ્મીર મુદ્દે પણ મોટું નિવેદન આપ્યું છે.

સૂત્રો મુજબ જાણવા મળ્યું છે કે, તાલિબાને કાશ્મીર મુદ્દાને ભારત અને પાકિસ્તાન વચ્ચેનો આંતરિક મુદ્દો કહ્યો છે. તાલિબાન તરફથી જણાવવામાં આવ્યું છે કે, કાશ્મીર તેમના એજન્ડામાં સામેલ નથી અને તે બંને દેશો વચ્ચેનો મુદ્દો રહેલો છે. તેમ છતાં લશ્કર-એ-તૈયબા અને તહરીક-એ-તાલિબાન જેવા આતંકવાદી સંગઠનો, જેમણે પાકિસ્તાનમાં આશ્રો લીધેલો છે, જે લોકોની અફઘાનિસ્તાનમાં પણ હાજરી રહેલી છે. કાબુલના કેટલાક વિસ્તારોમાં તેમની ચેકપોસ્ટ પણ તાલિબાનની મદદથી બનાવાઈ છે.

અફઘાનિસ્તાનમાં તાલિબાનના પ્રવેશ બાદ કાશ્મીરમાં પણ સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવી જરૂરી છે. કાશ્મીરમાં તાલિબાનની હાજરી હવે એલઓસીથી લગભગ 400 કિમીના અંતર પર રહેલી છે. આ સિવાય ભૂતકાળમાં પણ તાલિબાન દ્વારા કંદહાર હાઈ જેક જેવી ઘટનાઓમાં પાકિસ્તાની આતંકવાદીઓને મદદ કરવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ, તાલિબાનમાં પાકિસ્તાની આતંકવાદીઓની હાજરીને લઈને પણ ભારત સચેત બન્યું છે. નવીનતમ પરિસ્થિતિઓમાં પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI તાલિબાનને તેના પ્રભાવ હેઠળ લેવાનો પ્રયત્ન કરી શકે છે, પરંતુ તે સત્તામાં આવ્યા બાદ તે ખૂબ જ મુશ્કેલ બની શકે છે.

આ અગાઉ તાલિબાને ભારતને અફઘાનિસ્તાનમાં ચાલુ પ્રોજેક્ટ ચાલુ રાખવાની પણ અપીલ કરી હતી. તાલિબાનના પ્રવક્તા સુહેલ શાહીને પાકિસ્તાની ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ભારતે અફઘાનિસ્તાનમાં તેના પ્રોજેક્ટ્સ પૂર્ણ કરવા જોઈએ, કેમકે તે તમામ કામો અહીંના લોકો માટે કરવામાં આવેલ છે.

Scroll to Top