દુનિયાભરમાં આજે સાતમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. 6 વર્ષ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પહેલ પર સંયુક્ત રાષ્ટ્ર દ્વારા 21 જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવાની અપીલ કરવામાં આવી હતી. જોતજોતામાં દુનિયાના તમામ દેશો આ અભિયાનમાં સામેલ થઈ ગયા હતા. ન્યૂયોર્કમાં રવિવારજનના યોગ દિવસનો ક્રેઝ જોવા મળ્યો હતો.
ન્યૂયોર્કના ટાઇમ્સ સ્ક્વેર ખાતે રવિવારના યોગ દિવસ પર અનેક ઇવેન્ટ્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઇવેન્ટ્સમાં 3000 લોકો સામેલ થયા હતા. કોરોના મહામારીની વચ્ચે પોતાને ફિટ રાખવા માટે લોકો બહાર આવ્યા અને સાર્વજનિક રીતે યોગ કરવા આવ્યા હતા.
આ સમયે યોગ દિવસની થીમ કોરોનાથી બચાવ રહેલ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે પોતાના સંબોધનમાં પણ જણાવ્યું હતું કે, કોરોના કાળમાં યોગ આશાનું કિરણ બનેલ છે.
સંયુક્ત રાષ્ટ્રે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2021ની થીમ Yoga for Well Being રાખેલ છે. કોરોનાના કારણે હાલમાં આપણું સ્વાસ્થ્ય સૌથી વધુ ખતરામાં રહેલ છે. તેથી આ વર્ષે પણ ઘરે રહીને જ યોગના અભ્યાસથી સ્વાસ્થ્યને મજબૂત બનાવવા પ્રતિ જાગૃતિ ફેલાવવામાં આવી રહ્યું છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસના પ્રસંગે ભારત સરકારના આયુષ મંત્રાલય દ્વારા એક જિંગલ પ્રતિયોગિતા આયોજિત કરવામાં આવી છે. જેમાં ઈનામ તરીકે 25 હજાર રૂપિયા રાખવામાં આવ્યા છે.