આજે એટલે 21 મી જુનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ (International Yoga Day 2021) તરીકે ઉજવાય છે. કોરોનાના કારણે લોકો હજી પણ જીમ અને ગાર્ડનમાં ચાલવાનું ટાળી રહ્યાં છે. જ્યારે તમે ઘરે જ રહીને વર્કઆઊટ કરી શકો છો. તેમાંથી એક સૂર્ય નમસ્કારને કમ્પલિટ કસરત કહેવામાં આવે છે. તો આજે અમે તમને જણાવીશું કે, સૂર્ય નમસ્કાર કઇ રીતે કરાય અને તેના ફાયદા શું રહેલા છે. સૂર્ય નમસ્કાર પ્રાચીન સમયથી યોગ ગુરુઓની વચ્ચે ઘણો ચર્ચાનો વિષય બનેલ છે. સૂર્ય નમસ્કારથી તન, મન બંન્ને શકિત મળી જાય છે.
એવું પણ કહેવામાં આવે છે કે, સૂર્ય નમસ્કાર 12 આસનો મળીને બને છે. એટલા માટે રોજ માત્ર સૂર્ય નમસ્કાર કરવાથી તમારા શરીરને ઘણી ઉર્જા મળી જાય છે અને રોગોથી પણ બચાવે છે.
સૂર્ય નમસ્કાર કરવાની રીત આ પ્રકાર
- સૌથી પહેલા જમીન પર આસન પાથરી સીધા ઉભા રહી જાઓ.
- હવે શ્વાસ અંદર લેતાં બંને હાથ ઉપર ઉઠાવી દો
- શ્વાસ છોડતા બંને હથેળીઓને જોડીને છાતી સામે તરફ રાખી પ્રણામ મુદ્રામાં આવી જાવ.
- હવે શ્વાસ અંદર લેતાં બંને હાથ પાછળ તરફ લઈ રાખી લો.
- શ્વાસ બહાર કાઢતાં જ કરોડરજ્જૂ ટટ્ટાર રાખીને આગળની તરફ ઝુકી જાવ
- સંપૂર્ણ રીતે શ્વાસ બહાર કાઢી બંને હાથના પંજાને જમીન પર રાખી દો.
- હવે શ્વાસ લેતા દરમિયાન શક્ય હોય એટલો તમારો જમણો પગ પાછળની તરફ ખેંચી લો. જમણા ઘૂંટણને જમીન પર ટેકવો અને ઉપરની તરફ લઇ જાવ.
- ત્યાર બાદ શ્વાસ લેતા તમારો ડાબો પગ પણ પાછળની તરફ લઈ જાઓ.
- હવે આરામથી બંને ઘૂંટણ જમીન પર ટેકો અને શ્વાસ છોડવાનું શરૂ કરો.
- હિપ્સને ઊંચા કરી આગળની તરફ સરકવું. છાતી અને હડપચી જમીન પર ટેકો અને ભુજંગાસનમાં છાતી ઉઠાવી દો.
- શ્વાસ બહાર કાઢતા દરમિયાન હિપ્સ અને પીઠના હાડકાંને ત્રિકોણ બને તે રીતે ઉપર ઉઠાવી દો.
- શ્વાસ અંદર લેતાં દરમિયાન જમણો પગ બે હાથની વચ્ચે લાવી દો. ડાબો ઘૂંટણ જમીન ઉપર ટેકવી દો.
- શ્વાસ કાઢતાં ડાબો પગ આગળ લાવો અને હથેળીઓ જમીન પર રાખી દો.
- શ્વાસ અંદર લેતાં ડાબો પગ આગળ લઇ જાવ. પીઠના હાડકાંને ઉપર ઉઠાવી આગળ તરફ ઝુકાવી દો. હથેળીઓ જમીન ઉપર રાખી દો.
- શ્વાસ બહાર કાઢતાં દરમિયાન શરીરને સીધું કરો અને પછી બંને હાથ નીચે લાવી દો.
- આવી સ્થિતિમા આરામ કરો અને પછી આ રીતે 5-10 વાર કરો.
સૂર્ય નમસ્કાર કરવાના ફાયદા આ પ્રકાર રહેલા છે
સૂર્ય નમસ્કાર કરવાથી પેટની માંસપેશીઓ મજબૂત બને છે જ્યારે પાચન શક્તિ પણ વધે છે. શરીરના વધતા વજનને અકુંશમાં પણ લાવે છે. મન શાંત થાય છે અને આળસને દૂર ભગાડી નાખે છે. આ વ્યાયામ કરવાથી શરીરમાં લોહીનું ભ્રમણ ઝડપી બની જાય છે અને બ્લડ પ્રેશરને નિયંત્રિત રાખવામાં મદદ મળે છે. જો તમે વાળની સમસ્યાથી પીડાતા હોય તો આ યોગ અભ્યાસ તમારા વાળને અસમય સફેદ થવામાં, ખરવાની સમસ્યાથી બચાવામાં જરૂરી કામ કરે છે. શરીરમાં તાજગી રહે છે અને મનની એકાગ્રતાને જાળવી રાખવામાં મદદરૂપ બને છે.