રાજસ્થાનના ભીલવાડામાં યુવકની હત્યા બાદ ભારેલો અગ્ની જેવી સ્થિતિ, ઈન્ટરનેટ સેવા બંધ

રાજસ્થાનના ભીલવાડામાં અંગત વિવાદમાં એક યુવકની ચાકુ મારીને હત્યા કરવામાં આવ્યા બાદ ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે. સાથે જ યુવકની હત્યાના આરોપમાં ત્રણ લોકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ મંગળવારે રાત્રે કોતવાલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં અંગત વિવાદમાં 22 વર્ષીય યુવકની ચાકુ મારીને હત્યા કરવામાં આવી હતી. જે બાદ અહીં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ત્યાં જ સાવચેતીના ભાગ રૂપે ગુરુવાર સવાર સુધી શહેરમાં ઇન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે.

એક 22 વર્ષીય હિન્દુ છોકરાને અન્ય સમુદાયના સભ્યો દ્વારા કથિત રીતે છરી મારીને હત્યા કરવામાં આવી હતી. જ્યારે તે તેના નાના ભાઈ સાથે સંબંધિત વિવાદ ઉકેલવા જઈ રહ્યો હતો. આ ઘટના બાદ કોતવાલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભારે પોલીસ તૈનાત કરવામાં આવી હતી અને વધારાની RAC ફોર્સને પણ બોલાવવામાં આવી હતી. ભીલવાડામાં એક યુવકની હત્યાને લઈને કેટલાક હિંદુ સંગઠનોએ પણ બંધનું આહ્વાન કર્યું છે.

પોલીસે સમાજના આગેવાનો સાથે વાત કરી હતી

જિલ્લા મેજિસ્ટ્રેટ આશિષ મોદીએ મીડિયાને જણાવ્યું હતું કે પરિસ્થિતિની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને અધિકારીઓ ગઈકાલે રાતથી શહેરમાં ચક્કર લગાવી રહ્યા છે. જિલ્લા વહીવટીતંત્રે તણાવ ઓછો કરવા માટે સમુદાયના આગેવાનો સાથે પણ વાતચીત કરી છે. જેથી આ ઘટના સાંપ્રદાયિક રંગ ન લે.

તાજેતરમાં જ રાજસ્થાનના કરૌલી, અલવર અને જોધપુરમાં સાંપ્રદાયિક ઘટનાઓ સામે આવી હતી. આ સાથે જ ભીલવાડામાં પણ તણાવનો માહોલ છે. આ કોમી હિંસા બાદ રાજસ્થાન પોલીસ એલર્ટ પર છે.

Scroll to Top