ભારતીય ક્રિકેટ બોર્ડ આઈપીએલ 2021 ની બાકીની મેચનું યુએઈ આયોજન કરાશે. આ વાતની જાણકારી બીસીસીઆઈ વાઈસ પ્રેસીડેન્ટ રાજીવ શુક્લાએ આપી છે. બીસીસીઆઈની સ્પેશલ જનરલ મીટીંગમાં આ બાબતનો નિર્ણય લેવામાં આવ્યો છે. બીસીસીઆઈ આઈપીએલની બાકી મેચમાં સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં કરાવવાની તૈયારીમાં છે. આઈપીએલ 2021 ની બાકી રહેલી મેચનું આયોજન 19 અથવા 20 સપ્ટેમ્બરથી થઈ શકે છે.
જ્યારે ફાઈનલ મેચ યુએઈમાં 10 ઓક્ટોબરના રમાશે. બીસીસીઆઈ ટી-20 વર્લ્ડ કપ વિશેમાં અંતિમ નિર્ણય લેવા માટે આઈસીસીથી જુલાઈ સુધીનો સમય મળશે. આ વર્ષે ટી-20 વર્લ્ડ કપ ઓક્ટોબર-નવેમ્બરમાં ભારતમાં રમાવવાનો છે. જો ભારતમાં પરીસ્થિતિથી સુધરશે નહીં તો વર્લ્ડ કપ યુએઈમાં કરાવવામાં આવી શકે છે. કોરોના મહામારીના કારણે આઈપીએલ 2020 પણ યુએઈમાં જ રમાઈ હતી.
નોંધનીય છે કે, બાયો બબલમાં ઘણા ખેલાડીઓ કોરોના પોઝીટીવ જોવા મળ્યા હતા જેના કારણે ૪ મેના રોજ બીસીસીઆઈએ ઇન્ડીયન પ્રીમિયર લીગની 14 મી સીઝનને અનિશ્વિતકાલ માટે સ્થગિત કરી દીધી હતી.
ટી-૨૦ વર્લ્ડ કપની યજમાનીના અધિકાર પર અંતિમ નિર્ણય આઈસીસીને કરવાનો છે. તેના માટે 1 જૂનના આઈસીસીની બેઠક થશે. છેલ્લા વર્ષે ઓસ્ટ્રેલિયામાં રમાયા બાદ ટી-૨૦ વર્લ્ડ કપને કોરોના મહામારીના કારણે રદ કરી દેવામાં આવી હતી ત્યાર બાદ ભારતને યજમાની અધિકાર મળ્યો હતો.