રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)ના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી માટે આઇપીએલ 2022ની સિઝન ખૂબ જ ખરાબ ચાલી રહી છે. આ ખેલાડી બેટથી કોઈ પણ કારનામું બતાવવામાં સતત ફ્લોપ સાબિત થઈ રહ્યો છે. વિરાટનું ફોર્મ સમગ્ર RCB માટે ચિંતાનો વિષય બન્યો છે. પરંતુ આ દરમિયાન RCBના સ્ટાર ઓલરાઉન્ડર અને વિરાટના સાથી ખેલાડી ગ્લેન મેક્સવેલે મોટું નિવેદન આપ્યું છે.
વિરાટ – મેક્સવેલ સાથે બેટિંગ કરી શકતો નથી
જણાવી દઈએ કે RCBએ પોતાની યુટ્યુબ ચેનલ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે. આ વીડિયોમાં ગ્લેન મેક્સવેલ સાથી ખેલાડીઓ સાથે વાતચીત કરતો જોવા મળી રહ્યો છે. આ દરમિયાન મેક્સવેલની સાથે વિરાટ કોહલી પણ આ વીડિયોમાં નજર આવી રહ્યો છે. મેક્સવેલ છેલ્લી મેચમાં વિરાટ કોહલીના કારણે રનઆઉટ થથઇ ગયો હતો. જેના પછી તેણે વિરાટ કોહલીને લઇ એક મોટું નિવેદન આપ્યું છે.
મજાકમાં વાત કરતી વખતે મેક્સવેલે કહ્યું કે હવે હું તમારી સાથે બેટિંગ નહીં કરી શકું. વીડિયોમાં મેક્સવેલે કહ્યું, ‘હું હવે તમારી સાથે બેટિંગ નહીં કરી શકું. તમે ખૂબ જ ઝડપથી દોડો છો. તમને એક કે બે રન સરળતાથી મળે છે, પણ મને નહીં. છેલ્લી મેચમાં જ્યાં મેક્સવેલ બેટથી ફ્લોપ રહ્યો હતો, ત્યાં તેણે બોલ સાથે કમાલ કર્યો હતો. આ ખેલાડીએ CSKના બે મહત્વના બેટ્સમેનોની વિકેટ લીધી હતી.
વિરાટના બેટમાંથી કોઈ રન નીકળી રહ્યા નથી
આપીએલ 2022 (IPL 2022) વિરાટ કોહલી માટે ખૂબ જ ખરાબ રહ્યું છે. સતત ઉચ્ચ સ્કોર બનાવનાર આ ખેલાડી આ સિઝનમાં 11 મેચમાં માત્ર 216 રન જ બનાવી શક્યો છે. વિરાટના બેટમાંથી માત્ર 1 અડધી સદી આવી છે. ત્યાં જ પાવરપ્લેમાં વિરાટ જરા પણ ઝડપી રમી શકતો નથી. પરિણામ એ છે કે RCBની ઇનિંગ્સ દરેક વખતે મોટા સ્કોર સુધી પહોંચી શકતી નથી. જો આ ટીમને આગામી મેચોમાં સફળતા જોઈતી હોય તો વિરાટે કંઈક અદ્દભુત પ્રદર્શન કરવું પડશે.
RCB એ ચેન્નાઇને હરાવ્યું
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) એ ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) ને 13 રને હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરવા આવેલી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમે 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 173 રન બનાવ્યા હતા અને ચેન્નાઈ સુપર કિંગ્સને જીતવા માટે 174 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેના જવાબમાં ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ની ટીમ 20 ઓવરમાં 8 વિકેટે 160 રન જ બનાવી શકી અને મેચ હારી ગઈ હતી. આ હાર સાથે CSK પણ પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગઈ છે. ગત વર્ષની ચેમ્પિયન ટીમ આ વર્ષે શરમજનક પ્રદર્શન બાદ બહાર થઈ ગઈ છે.