IPL 2022: આ ખેલાડીએ મુંબઈ ઈન્ડિયન્સની નાવડી ડૂબાડી દીધી, રોહિત શર્માએ ઘરે ભેગો કરી દીધો

Mumbai indians

આઇપીએલ 2022માં 5 વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સની (Mumbai Indians) હાલત ખરાબ છે. મુંબઈની ટીમ તેની 9 મેચમાંથી 8 મેચ હાર્યા બાદ ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ હતી. મુંબઈની ટીમની આટલી ખરાબ હાલત આ પહેલા ક્યારેય જોવા મળી નથી. જોકે મુંબઈને ડૂબવામાં તમામ ખેલાડીઓનો હાથ હતો, પરંતુ એક ખેલાડી એવો હતો જે શરૂઆતની મેચોમાં જ હારનું સૌથી મોટું કારણ બની ગયો હતો. હવે આ ખેલાડી આઈપીએલમાંથી બહાર થઈ ગયો છે.

મુંબઈને ડૂબાળનાર ખેલાડી બહાર.
અમે જે ખેલાડી વિશે વાત કરી રહ્યા છીએ તેનું નામ છે ટાઇમલ મિલ્સ છે. આઈપીએલમાં ઈંગ્લેન્ડના આ ફાસ્ટ બોલરનું પ્રદર્શન ઘણું ખરાબ રહ્યું હતું. જ્યારે એવી અપેક્ષા રાખવામાં આવી રહી હતી કે મિલ્સ IPL 2022માં જસપ્રિત બુમરાહને સારી રીતે સપોર્ટ કરશે, આ ખેલાડી સંપૂર્ણ રીતે નિષ્ફળ રહ્યો હતો. મિલ્સ ઈજા બાદ લીગમાંથી બહાર છે. પગની ઘૂંટીમાં ઈજાના કારણે મિલ્સ IPL 2022માંથી બહાર થઈ ગયો છે. શરૂઆતની મેચોમાં આ ખેલાડીએ જોરદાર રીતે રન લૂંટ્યા, ત્યારપછી તેનું પ્લેઈંગ 11માંથી કાર્ડ પણ કપાઈ ગયું છે.

આ ખેલાડીએ સ્થાન લીધું
ટાઇમલ મિલ્સના બહાર થયા પછી મુંબઈ ટીમે દક્ષિણ આફ્રિકાના વિકેટકીપર બેટ્સમેન ટ્રિસ્ટન સાથે બાકીની મેચ માટે કરાર કર્યો છે. ટ્રિસ્ટન સ્ટબ્સે 17 ટી-20 રમ્યો છે અને 157.14 ના તોફાની સ્ટ્રાઈક રેટથી 506 રન બનાવ્યા છે. આ સમયગાળા દરમિયાન આ 21 વર્ષીય ખેલાડીએ ત્રણ અડધી સદીઓ પણ બનાવી છે. સ્ટબ્સ 20 લાખના ભાવે મુંબઇ ઈન્ડિયસ સાથે જોડાશે. જો કે આ ખેલાડીને તક મળશે તેના ખુબ ઓછા ચાન્સ છે.

મિલ્સએ ખુબ રન લૂંટાવ્યા
અગાઉ, ટાઇમલ મિલ્સ એ મુંબઇને ડૂબાડવામાં કોઈ કસર છોડી ન હતી. મિલ્સએ આઈપીએલ 2022 માં 5 મેચમાં ફક્ત 6 વિકેટ લીધી છે. આ સમય દરમિયાન તેની સરેરાશ 11 કરતા વધારે હતી. આ જ કારણ હતું કે તેણે પાછળથી ટીમે તેને છોડી દીધો. આવતા વર્ષે મુંબઇની ટીમમાં જોફ્રા આર્ચર જેવો તોફાની બોલર જોડાશે. આવી સ્થિતિમાં મિલ્સને ફરીથી તક મળે છે, તે ખાતરી નથી.

મુંબઈ ઈન્ડિયસ થઇ બહાર
ત્યાં જ મુંબઈ ઈન્ડિયસ વિશે વાત કરીએ દતો આ ટીમ આઈપીએલ 2022ની પ્લેઓફ રેસથી બહાર થઇ ગઇ છે. મુંબઇને આઈપીએલમાં પ્રથમ 8 મેચ હારી ગયા પછી ટીમે 9 મી મેચ જીતી છે. પરંતુ ત્યાં સુધીમાં તે ખૂબ મોડું થઈ ગયું હતું. મુંબઇ આઈપીએલ ઇતિહાસની સૌથી સફળ ટીમ છે અને આ ટીમે મહત્તમ 5 ટાઇટલ જીત્યા છે.

Scroll to Top