CricketSports

RCBએ પોઈન્ટ ટેબલમાં ખાતું ખોલાવ્યું, વાનિન્દુ હસરંગાએ ઉમેશ યાદવ પાસેથી પર્પલ કેપ છીનવી

ફાફ ડુપ્લેસિસની આગેવાની હેઠળની રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે IPL 2022 ની છઠ્ઠી મેચમાં શ્રેયસ અય્યરની આગેવાની હેઠળની કોલકાતા નાઈટ રાઈડર્સને 3 વિકેટે હરાવીને વર્તમાન સિઝનની તેમની પ્રથમ જીત નોંધાવી હતી. આ પહેલા પંજાબ સામે 200થી વધુ રન બનાવ્યા હોવા છતાં આરસીબીને પ્રથમ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. KKRની બે મેચમાં આ પ્રથમ હાર છે. આરસીબી માટે સ્પિનર ​​વાનિન્દુ હસરંગાએ કેકેઆરના 4 બેટ્સમેનોને પેવેલિયનમાં મોકલ્યા હતા. હસરાંગાની શાનદાર બોલિંગ માટે તેને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.

આઈપીએલના પોઈન્ટ ટેબલની વાત કરીએ તો 6 ટીમોના સમાન 2-2 પોઈન્ટ છે. પરંતુ નેટ રન રેટના આધારે સંજુ સેમસનની કેપ્ટનશીપવાળી રાજસ્થાન રોયલ્સની ટીમ ટોચ પર છે. રાજસ્થાનનો નેટ રન રેટ (3.050) છે. દિલ્હી કેપિટલ્સ (+0.914) બીજા સ્થાને છે જ્યારે પંજાબ કિંગ્સ (0.697) ત્રીજા સ્થાને છે. ગુજરાત ટાઇટન્સનો નેટ રન રેટ 0.286 છે, જે ચોથા નંબરે છે, જ્યારે કોલકાતા નાઇટ રાઇડર્સ (0.093) પાંચમા નંબરે છે અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (-0.048) છઠ્ઠા નંબરે છે.

કેએલ રાહુલની આગેવાની હેઠળની લખનઉ સુપર જાયન્ટ્સ, મહેન્દ્ર સિંહ ધોનીની ચેન્નાઈ સુપર કિંગ્સ, રોહિત શર્માની મુંબઈ ઈન્ડિયન્સ અને કેન વિલિયમસનની ટીમોનું હજુ સુધી ખાતું ખુલ્યું નથી. આ ટીમોએ એક-એક મેચ રમી લીધી છે.

હસરંગાને માથે સજી પર્પલ કેપ

IPLની 15મી સિઝનમાં સૌથી વધુ રન બનાવવાના મામલે RCBનો કેપ્ટન ફાફ ડુપ્લેસિસ ટોપ પર છે. ડુપ્લેસિસે 2 મેચમાં 93 રન બનાવ્યા છે. ડુ પ્લેસિસના માથા પર હાલમાં ઓરેન્જ કેપ છે. ઈશાન કિશન ઓરેન્જ કેપની રેસમાં બીજા નંબર પર છે, જેણે અત્યાર સુધી 81 રન બનાવ્યા છે, જ્યારે એડન માર્કરામ 57 રન સાથે ત્રીજા નંબર પર છે. બોલિંગમાં RCBના સ્પિનર ​​વાનિન્દુ હસરંગાએ KKR સામે 4 વિકેટ લઈને પર્પલ કેપ કબજે કરી હતી. હસરંગાએ 2 મેચમાં 5 વિકેટ લીધી છે. આ યાદીમાં ઉમેશ યાદવ 4 વિકેટ સાથે બીજા ક્રમે છે જ્યારે આકાશદીપ 4 વિકેટ સાથે ત્રીજા નંબર પર છે.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker