IPL 2022ની 49મી મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે ધમાકેદાર મેચ રમાઈ હતી. અંતે આરસીબીએ આ મેચ 13 રને જીતી લીધી હતી. જોકે, RCBનો સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી ફરી એકવાર કંઈ ખાસ પ્રદર્શન કરી શક્યો નથી. પરંતુ આ મેચમાં એક ક્ષણ એવી આવી, જેને જોઈને વિરાટના ચાહકોનો પારો વધી ગયો.
વિરાટને માર્યો બોલ
વાસ્તવમાં, જ્યારે વિરાટ બેટિંગ કરી રહ્યો હતો, ત્યારે તેને CSKના ફાસ્ટ બોલર મુકેશ ચૌધરીએ જોરદાર થ્રો કરીને પાડી દીધો હતો. તમને જણાવી દઈએ કે RCBની ઈનિંગની પહેલી જ ઓવરમાં વિરાટ મુકેશના એક બોલનો બચાવ કરીને ક્રિઝની બહાર આવ્યો હતો, પરંતુ ત્યારબાદ મુકેશે સ્પીડ બતાવતા રોકેટ થ્રો કર્યો હતો. બોલ વિકેટમાં લાગવાને બદલે વિરાટને લાગ્યો. પરંતુ સારી વાત એ છે કે આ થ્રોથી વિરાટને કોઈ ગંભીર ઈજા થઈ નથી.
— Patidarfan (@patidarfan) May 4, 2022
હસતો જોવા મળ્યો હતો વિરાટ
મુકેશ ચૌધરીનો થ્રો સીધો વિરાટ પર ગયો, પરંતુ આ પછી પણ કિંગ કોહલી ગુસ્સામાં દેખાયો નહીં. મુકેશનો બોલ વાગ્યા પછી પણ વિરાટ ચહેરા પર સ્મિત સાથે ઉભો રહ્યો. જો કે વિરાટને બોલ ફટકાર્યા બાદ મુકેશે પોતાની ભૂલ સ્વીકારી લીધી હતી અને તે માફી માંગતો પણ જોવા મળ્યો હતો. પરંતુ આ ઘટના બાદ વિરાટના ફેન્સ મુકેશથી ખૂબ નારાજ થયા હતા અને તેમણે આ ફાસ્ટ બોલરને જોરદાર ટ્રોલ પણ કર્યો હતો.
CSK પ્લેઓફમાંથી બહાર
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ચેન્નઈ સુપર કિંગ્સને 13 રને હરાવ્યું. પ્રથમ બેટિંગ કરવા આવેલી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમે 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 173 રન બનાવ્યા હતા અને ચેન્નઈ સુપર કિંગ્સને જીતવા માટે 174 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં ચેન્નઈ સુપર કિંગ્સની ટીમ 20 ઓવરમાં 8 વિકેટે 160 રન જ બનાવી શકી અને મેચ હારી ગઈ. આ હાર સાથે CSK પણ પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગઈ છે. ગત વર્ષની ચેમ્પિયન ટીમ આ વર્ષે શરમજનક પ્રદર્શન બાદ બહાર થઈ ગઈ છે.