ક્રિકેટરની પત્ની વિશે વિચિત્ર ટિપ્પણી કરનાર સુનીલ ગાવસ્કરને કોમેન્ટ્રીમાંથી હટાવવાની માંગ

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને મહાન બેટ્સમેન સુનીલ ગાવસ્કર દિગ્ગજ ખેલાડીની સાથે કોમેન્ટ્રી માટે પણ જાણીતા છે. IPL 2022માં સુનીલ ગાવસ્કર હિન્દી અને અંગ્રેજી બંને ભાષામાં કોમેન્ટ્રી કરી રહ્યા છે. ગાવસ્કરે ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) અને રાજસ્થાન રોયલ્સ (RR) વચ્ચે રમાયેલી મેચ દરમિયાન શિમરોન હેટમાયરની પત્ની પર એવી ટિપ્પણી કરી છે, જેના પછી તેઓ ખરાબ રીતે ભરાઇ ગયા છે.

ગાવસ્કરનું વિવાદાસ્પદ નિવેદન

IPL 2022 માં રાજસ્થાન રોયલ્સે શુક્રવારે ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) ને 5 વિકેટે હરાવ્યું. આ મેચમાં શિમરોન હેટમાયર ટીમની પ્લેઈંગ ઈલેવનનો ભાગ હતો અને જ્યારે હેટમાયર ક્રિઝ પર બેટિંગ કરવા આવ્યો ત્યારે જ ગાવસ્કરે તેના માટે કેટલીક એવી ટિપ્પણીઓ કરી હતી, જેના કારણે તેમની ઘણી ટીકા થઈ રહી છે. તાજેતરમાં હેટમાયર પિતા બન્યો છે. હેટમાયર ક્રિઝ પર આવતાની સાથે જ ગાવસ્કરે કહ્યું, ‘શિમરન હેટમાયરની પત્નીની ડિલિવરી થઈ ગઈ છે. શું હેટમાયર હવે રાજસ્થાન માટે ડિલિવરી કરશે?

કોમેન્ટ્રીમાંથી હટાવવાની માંગણી કરવામાં આવી

રાજસ્થાન રોયલ્સ (RR) તરફથી રમતા કેરેબિયન બેટ્સમેન શિમરોન હેટમાયર પ્રથમ વખત પિતા બન્યો છે. હેમિરે થોડા દિવસો પહેલા IPL બાયો બબલ છોડીને ગયાનામાં તેની પત્ની પાસે પહોંચી ગયો હતો અને પિતા બન્યા બાદ પરત ફર્યો છે. હેટમાયરની પત્ની પર ગાવસ્કરની આ ટિપ્પણી પછી, સોશિયલ મીડિયા પર ચાહકો સુનીલ ગાવસ્કરની આકરી ટીકા કરી રહ્યા છે અને તેમને કોમેન્ટ્રીમાંથી દૂર કરવાની માંગ કરવામાં આવી રહી છે.

પહેલા પણ વિવાદાસ્પદ ટિપ્પણીઓ કરી હતી

સુનીલ ગાવસ્કરે કરેલી આ ટિપ્પણી વિશે વાત કરીએ તો આ પહેલા પણ સુનીલ ગાવસ્કર અનુષ્કા શર્મા વિશે ખોટી ટિપ્પણી કરી ચૂક્યા છે. IPL 2020 દરમિયાન ગાવસ્કરનું એક નિવેદન ત્યારે ચર્ચામાં આવ્યું, જ્યારે તેમણે કોહલીના ફોર્મ પર ટિપ્પણી કરી. જે બાદ અનુષ્કાએ સોશિયલ મીડિયા પર સુનીલ ગાવસ્કરના નિવેદનોની ટીકા કરતી પોસ્ટ લખી હતી. જેના પર ગાવસ્કરે કહ્યું કે મારા નિવેદનોને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યું છે.

દરેક લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો