આઈપીએલમાં એમએસ ધોનીના નામે ઘણા રેકોર્ડ છે. તેણે બેટિંગ અને વિકેટકીપર તરીકે ઘણા મોટા પદો હાંસલ કર્યા છે. તેણે કેપ્ટનશિપમાં પણ ઘણા રેકોર્ડ બનાવ્યા છે, પરંતુ IPL 2023ની પહેલી જ મેચમાં તેણે એક ખાસ સિદ્ધિ હાંસલ કરી છે.
ગુજરાત ટાઇટન્સ સામેની મેચમાં સિક્કો ઉછાળતાની સાથે જ ધોની IPLમાં કેપ્ટનશિપ કરનાર સૌથી મોટી ઉંમરનો કેપ્ટન બની ગયો હતો. ધોની 41 વર્ષ અને 249 દિવસનો છે અને તે આ લીગનો સૌથી વૃદ્ધ કેપ્ટન બની ગયો છે.
ધોનીએ રાજસ્થાનના પૂર્વ કેપ્ટન શેન વોર્નનો રેકોર્ડ તોડ્યો હતો, જેણે 41 વર્ષ અને 249 દિવસની ઉંમરમાં કેપ્ટનશિપ કરી હતી. વોર્ન વર્ષ 2011 સુધી રાજસ્થાનનો કેપ્ટન હતો. જોકે હવે આ રેકોર્ડ ધોનીના નામે થઈ ગયો છે.
IPLની પ્રથમ સિઝનથી ચેન્નાઈ સુપર કિંગ્સની કેપ્ટનશીપ કરી રહેલા ધોનીના નામે સૌથી મોટી ઉંમરે IPLનો ખિતાબ જીતવાનો રેકોર્ડ પણ છે. ધોનીએ 40 વર્ષ 70 દિવસની ઉંમરમાં ચેન્નાઈને IPL ચેમ્પિયન બનાવ્યું હતું. ધોનીએ વર્ષ 2021માં ચેન્નાઈને ચોથી વખત IPL ચેમ્પિયન બનાવ્યું હતું.
ભલે ધોની IPLનો સૌથી વૃદ્ધ કેપ્ટન બની ગયો છે. પરંતુ તે પોતાની ટીમને પાંચમી વખત IPL ચેમ્પિયન બનાવવા માંગશે. કારણ કે માનવામાં આવે છે કે આ સીઝન આ દિગ્ગજની છેલ્લી સીઝન હોઈ શકે છે.