નવી દિલ્હી: આઈપીએલ 2024ની 56મી મેચ ચેન્નઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઈટંસની વચ્ચે રમાઈ ગઈ. ચેન્નઈ સુપર કિંગ્સે ટોસ જીતીને પહેલા બેટીંગ કરવાનો નિર્ણય લીધો. જે તેમના પર ભારે પડી ગયો. ગુજરાત ટાઈટંસ તરફથી ઓપનિંગ કરવા આવેલા સાઈ સુદર્શન અને શુભમન ગિલે મોટી પાર્ટનરશિપ કરી. તેણે શરુઆતથી જ ચોગ્ગા છગ્ગા લગાવવાનું શરુ કરી દીધું. બંને સદીવાળી ઈનિંગ્સ રમી હતી. સાઈ સુદર્શનેના બેટથી પહેલી વાર સદી ફટકારી હતી. તો વળી ગિલે પણ સદીવાળી ઈનિંગ્સ રમ્યો. તો વળી આઈપીએલમાં ઓપનિંગ કરતા સદીવાળી પહેલી જોડી બની ગઈ છે.
સાઈ સુદર્શને ગુજરાત ટાઈટંસ માટે ખતરનાક બેટિંગ કરતા 51 બોલમાં 103 રનની ઈનિંગ્સ રમી હતી. તેણે પોતાની ઈનિંગ્સ દરમ્યાન 5 ચોગ્ગા અને 7 છગ્ગા ફટકાર્યા હતા. ઘરેલૂ ક્રિકેટમાં તમિલનાડૂ તરફથી રમતા સાઈ સુદર્શે ટોપ ઓર્ડરનો બેટ્સમેન છે. સુદર્શને વર્ષ 2022માં પહેલી વાર આઈપીએલ દરમ્યાન ચર્ચામાં આવ્યો હતો, જ્યારે તેણે ગુજરાત ટાઈટંસ તરફથી રમતા આઈપીએલ જેવી મોટા મંચ પર પોતાની પ્રતિભાનો પરિચય આપ્યો હતો.
તો વળી શુભમન ગિલ પણ શાનદાર ફોર્મમાં જોવા મળ્યો. તેમણે પણ સદી ફટકારી. ગિલ એક કપ્તાની ઈનિંગ્સ રમતો જોવા મળ્યો હતો. ગિલે 55 બોલમાં 104 રનની ઈનિંગ્સ રમી. ગિલ તુષાર દેશપાંડેના બોલ પર મોટો શોટ રમવા જતાં રવીન્દ્ર જાડેજાના હાથમાં કેચ આપી દીધો. ગિલની આઈપીએલમાં આ ચોથી સદી હતી. આ અગાઉ ફક્ત બે વાર એવું બન્યું છે કે, જ્યારે આઈપીએલમાં કોઈ એક ઈનિંગ્સમાં બે બેટ્સમેન સદી ફટકારી હોય. 2016માં વિરાટ કોહલી અને એબી ડિવિલિયર્સે ગુજરાત લાયંસ વિરુદ્ધ સદીવાળી ઈનિંગ્સ રમી હતી.