નવી દિલ્હીઃ IPL 2024ની લીગ તબક્કાની મેચો પૂરી થઈ ગઈ છે. હવે અંતિમ લડાઈ શરૂ થશે. રવિવારે રાજસ્થાન રોયલ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે રમાયેલી મેચ રદ કરવામાં આવી હતી. બંને ટીમોના ખાતામાં એક-એક અંક ઉમેરવામાં આવ્યો છે. હવે હૈદરાબાદના 18 પોઈન્ટ છે, જ્યારે રાજસ્થાનના 17 પોઈન્ટ છે. પોઈન્ટ ટેબલમાં બંને ટીમો અનુક્રમે બીજા અને ત્રીજા સ્થાને છે. ત્યારે કોલકાતા પ્રથમ સ્થાને છે અને RCB ચોથા સ્થાને છે.
પ્રથમ ક્વોલિફાયર KKR-હૈદરાબાદ વચ્ચે રમાશે
પ્રથમ ક્વોલિફાયર મેચ 21 મેના રોજ અમદાવાદમાં કોલકાતા નાઈટ રાઈડર્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાશે. આ દરમિયાન રાજસ્થાન રોયલ્સ 22 મેના રોજ એલિમિનેટરમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે ટકરાશે. આ પછી ક્વોલિફાયર-2 ચેન્નાઈમાં 24મી મેના રોજ રમાશે. આ મેચ ક્વોલિફાયર-1માં હારેલી ટીમ અને એલિમિનેટર જીતનારી ટીમ વચ્ચે રમાશે. 26મી મેના રોજ ક્વોલિફાયર-1 અને ક્વોલિફાયર-2ની વિજેતા ટીમો વચ્ચે ચેપોકમાં ફાઇનલ મેચ રમાશે.
વરસાદ રાજસ્થાનનો વિલન બન્યો
રાજસ્થાન રોયલ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચેની IPL 2024ની છેલ્લી લીગ મેચ રવિવારે રમ્યા વિના રદ કરવામાં આવી હતી. આ મેચનો ટોસ 10:30 વાગ્યે થયો હતો જે KKRએ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જો કે મેચ શરૂ થાય તે પહેલા ફરી એકવાર વરસાદ ચાલુ થયો હતો. ત્યારબાદ મેચ રદ કરવામાં આવી હતી. આ પહેલા દિવસની પ્રથમ મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદે પંજાબ કિંગ્સ સામે ચાર વિકેટે જીત મેળવી હતી. આ મેચમાં પંજાબે 20 ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને 214 રન બનાવ્યા હતા. સામે હૈદરાબાદે 19.1 ઓવરમાં છ વિકેટ ગુમાવીને 215 રન બનાવ્યા અને મેચ જીતી લીધી હતી. આ સાથે ટીમ પોઈન્ટ ટેબલમાં 17 પોઈન્ટ સાથે બીજા સ્થાને પહોંચી ગઈ છે. આ સાથે જ રાજસ્થાનનું પ્રથમ ક્વોલિફાયર રમવાનું સપનું ચકનાચૂર થઈ ગયું હતું.