RCBની હાર બાદ એબીડી વિલિયર્સની લાગણીસભર પોસ્ટ, જાણો શું લખ્યું….

અમદાવાદઃ રાજસ્થાન રોયલ્સે બુધવારે અમદાવાદમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને ચાર વિકેટે હરાવીને ક્વોલિફાયર-2 જીતી હતી. આ હાર સાથે RCB ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયું હતું. હવે ભૂતપૂર્વ સ્ટાર ખેલાડી એબી ડી વિલિયર્સે આ અંગે દુઃખ વ્યક્ત કર્યું છે. જોકે તેણે ટીમના વખાણ પણ કર્યા હતા. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા બેંગલુરુએ 20 ઓવરમાં આઠ વિકેટ ગુમાવીને 172 રન બનાવ્યા હતા. જવાબમાં રાજસ્થાને 19 ઓવરમાં છ વિકેટ ગુમાવીને લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો.


ડી વિલિયર્સની પોસ્ટ
RCB અને દક્ષિણ આફ્રિકાના ભૂતપૂર્વ બેટ્સમેન એબી ડી વિલિયર્સે લખ્યું કે, ‘હારવું હંમેશા દુખદ હોય છે, પરંતુ એક પ્રશંસક તરીકે, મને હંમેશા આ વાતનો વિશ્વાસ અપાવવા અમારા પ્લેયર્સ પર ગર્વ છે, ત્યારે પણ જ્યારે મેની શરૂઆતમાં તમામ આશા પૂરી થઈ ગઈ હતી. મને વિશ્વાસ છે કે, આરસીબી આવતા વર્ષે મજબૂત થઈને વાપસી કરશે અને માયાવી ટ્રોફી જીતશે.’

ક્વોલિફાયર-2માં રાજસ્થાનની એન્ટ્રી
આ જીત સાથે રાજસ્થાનની ટીમ ક્વોલિફાયર-2માં પહોંચી ગઈ છે. હવે 24મી મેના રોજ તેઓ નોકઆઉટ મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદ સામે ટકરાશે. તે મેચ જીતનારી ટીમ 26 મેના રોજ ફાઇનલમાં કોલકાતા નાઇટ રાઇડર્સ સામે ટકરાશે. આ મેચ પહેલા બેંગલુરુએ સતત છ મેચ જીતીને પ્લેઓફમાં જગ્યા બનાવી હતી. હવે સતત 17મી સિઝનમાં બેંગલુરુની ટીમ ટાઈટલ જીતી શકી નથી. આ મેચમાં ગ્લેન મેક્સવેલ પણ ખાતું ખોલાવી શક્યો નહોતો. ત્યારે ચેન્નાઈ સુપર કિંગ્સ સામે વિજયની આગેવાની કરનારા યશ દયાળે ત્રણ ઓવરમાં 37 રન આપ્યા હતા અને તેને કોઈ વિકેટ મળી ન હતી.

Scroll to Top